રાષ્ટ્રીય માછલી ખેડૂત દિવસ / જીંગા ફાર્મ : સાગરપુત્રોને રોજગારી પુરી પાડતો ઉદ્યોગ

Ginga Farm: An industry providing employment to Sagarputras
X
Ginga Farm: An industry providing employment to Sagarputras

  • રાષ્ટ્રિય માછલી ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી, ફાર્મથી અન્ય લોકોને રોજગારી પુરી પાડી શકાય છે

દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 04:00 AM IST

વેરાવળ. ભારત સરકારે 10 મી જુલાઈને રાષ્ટ્રીય માછલી ખેડૂત દિવસ તરીકે જાહેર કરેલ છે. ઉપરાંત આ દિવસને ભારતીય માછલી ખેડૂત માટે લાલ અક્ષર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મત્સ્યોદ્યોગ વ્યવસાય દેશને કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈને આપે છે. આજના સમયમાં માછીમાર વ્યવસાય ક્ષેત્રે પરિવર્તનની ખાસ જરૂર છે. માછલી ઉત્પાદન માટે ઝીંગા ફાર્મ હાઉસ ભવિષ્યમાં એક સારો વ્યવસાય બની રહેશે. સાગર પુત્રો ઝીંગા ફાર્મ હાઉસ તરફથી જંપ લાવી રહ્યા છે. કોડીનાર તાલુકાના નાના એવા માધવવાડ બંદરના બેચલર ઓફ ફિશરીઝ સાયન્સ થયેલ સાગરપુત્ર વિષ્ણુભાઈ રાઠોડે જીંગા ફાર્મ હાઉસ શરૂ કરી સફળતા મેળવી છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ઝીંગા ફાર્મ હાઉસનો વ્યવસાય કરી રહ્યા છે.

આ ચાલુ વર્ષે તેઓએ રાજુલામાં ભાંભરા પાણીના 14 ઝીંગા ફાર્મ હાઉસનું સંચાલન કરી વ્યવસાય કરી રહ્યા છે. તેમના ફાર્મ હાઉસમાં 20 થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. ભાંભરા પાણીમાં વનામી નામના જીંગાનો સારો ગ્રોથ મળે છે. આ વ્યવસાયમાં ખૂબ જ તકેદારી અને સાવચેતી રાખવી પડે છે. વધુ રોકાણ વધુ જોખમ વધુ આવકવાળો વ્યવસાય છે. સી. એમ.એફ.આર.આઇ.ના વૈજ્ઞાનિક ડો. દેવુ દામોદરેએ 10 મી જુલાઈ રાષ્ટ્રીય માછલી ખેડૂત દિવસ નિમિત્તે સાગર પુત્રોને સંદેશ પાઠવતાં જણાવ્યુ છું કે, દરિયાઈ પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે સારી પ્રદૂષણ મુક્ત દરિયાઈ ખેતી કરવી જોઈએ. જેથી ભવિષ્યમાં વધુ પ્રમાણમાં માછલી નું ઉત્પાદન મેળવી શકાય છે.

2001થી 10 જુલાઈનાં દર વર્ષે ઉજવણી કરાય છે
10 મી જુલાઈ, 1957 એ ભારતીય માછલી ખેડૂત માટે લાલ અક્ષર દિવસ છે. 2001 માં સરકારે 10 મી જુલાઈને "રાષ્ટ્રીય માછલી ખેડૂત દિવસ" તરીકે જાહેર કર્યો હતો. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફિશરીઝ એજ્યુકેશન (સીઆઈએફઇ), મુંબઈ, ભારતની મુખ્ય મત્સ્યઉદ્યોગ શિક્ષણ સંસ્થા, 10 મી જુલાઈ, 2001 ના રોજ માછલી ખેડૂત દિનની ઉજવણી કરનારી પ્રથમ હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી