તપાસ:ઊનામાં બ્રાન્ડેડ ઠંડાપીણાની બોટલમાં કચરો નિકળ્યો, છેક 15 જુન 2021 ના રોજ પેકીંગ કરાયાનું સ્પષ્ટ થયું

ઊના18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊનામાં બ્રાન્ડેડ ઠંડા પીણાની બોટલમાં ગંદો કચરો જોવા મળ્યો હતો. ઊના શહેરમાં એક પાનની દુકાને એક બ્રાન્ડેડ કંપનીના 250 મીલીની બોટલમાં સ્વાથ્ય માટે હાનિકારક ગંદો કચરો જોવા મળ્યો હતો. આ બોટલમાં કચરોનો જથ્થો નરી આંખે દેખાય એવો હતો. આથી દુકાન માલિક મુકેશભાઇ ચૌહાણ ચોંકી ઉઠ્યા હતા. જોકે, આવી બ્રાન્ડેડ ઠંડાપીણાની બોટલમાં પણ ગંદો કચરો હોય તોતે કેટલા અંશે પીવાલાયક ગણાય એ સવાલ ઉઠ્યો છે.

જવાબદાર તંત્ર દ્વારા આ કંપનીની અગાઉની જૂની તારીખ વાળી બોટલનો જથ્થો અકઠો કરતા ગોડાઉન તેમજ દુકાનોમાં તપાસ કરી તેનો નાશ કરે એ જરૂરી છે. 250 મીલીની બોટલમાં તા. 15 જુન 2021 ને 12:56 વાગ્યે પેકીંગ કરાયાનું જોવા મળ્યું છે. મલ્ટીનેશનલ કંપનીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે સરેઆમ ચેડાં કરતી હોવાનું આવી ઘટનાઓ પરથી ફલિત થાય છે.

અન્ય સમાચારો પણ છે...