હાલાકી:વેરાવળમાં હિરણ નદીના પુલ પર ગાબડા, 3 કિમી વાહનોની કતાર

કાજલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુલ પરથી પસાર થતા ભારે વાહનોને લીધે નુકસાન થાય છે

વેરાવળ તાલુકાના કાજલી માર્કેટ યાર્ડની બાજુમાં આવેલા હિરણ નદીના પુલ ઉપર મોટા ગાબડા પડી ગયા છે. આથી ટ્રાફીક જામ સર્જાય છે. અને પુલની બન્ને બાજુ 2 થી 3 કિમી લાંબી વાહનોની કતાર લાગે છે. વેરાવળ પાસેનો હિરણ નદી ઉપરનો પુલ વેરાવળ, કોડીનાર, ઊનાને જોડતો એક માત્ર માર્ગ છે. આથી તેના પર વાહનોની સતત અવરજવર પણ રહે છે.

આ પુલને કાંઈ થાય તો સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ થઈ જાય. બીજો કોઈ વિકલ્પ પણ નથી. છતાં આ મહત્વના પુલ પ્રત્યે ધ્યાન અપાતું નથી. ખાનગી કંપનીઓના ભારે વાહનોની સતત અવરજવરથી પુલને પારાવાર નુકસાન થાય છે.

વળી આ પુલ ઉપર યોગ્ય રીપેરીંગ અને પાણીનો નિકાલ પણ થતો નથી. પુલની બંને તરફ 2 થી 3 કિમીનો ટ્રાફિક જામ થાય ત્યારે 108 પણ નિકળી શકતી નથી. તંત્ર દ્વારા આ પુલની કાયમી જાળવણી કરાય એવી વાહન ચાલકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...