તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પદયાત્રા:વેરાવળથી સોમનાથ દર વર્ષે યોજાતી વેપારીઓની 22મી પદયાત્રા નિકળશે

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પદયાત્રા નિકળે પછી દર વર્ષે મેઘરાજા મનમૂકીને હેત વરસાવે છે

રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા આકરી ગરમીના કારણે લોકો અકળાયા છે. બીજી તરફ ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ બેઠા છે. દરમ્યાન તીર્થભૂમિના વેપારીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘરાજાને રિઝવવા માટે વેરાવળથી સોમનાથ સુધીની એક પદયાત્રાનું મંગળવારના રોજ આયોજન કર્યું છે.

વેરાવળ વખારીયા બજાર વેપારી એસોશિએશન દ્વારા આયોજીત પદયાત્રા આવતીકાલે બપોરે 4 કલાકે વખારીયા બજારમાં આવેલા સુરજકુંડ મંદિરથી પ્રારંભ થશે. છેલ્લા 21 વર્ષથી આ પદયાત્રા નીકળે છે જેમા જોવા જેવું એ છે કે દર વર્ષે મેઘરાજા પદયાત્રા પછી મનમૂકીને હેત વરસાવે છે તેવી અતૂટ શ્રધ્ધા વેપારીમાં રહેલી છે. લોહાણા સમાજના સ્વ.ચીમનભાઈ અઢીયાના અધ્યક્ષ સ્થાને પદયાત્રા યોજાતી હતી. પરંતુ તેમનું કોરોનામાં અવસાન થતા આ વર્ષે વેપારી અશોકભાઈ ગદા, જમનાદાસ દયાળજી, ચંદુભાઈ લાખાણી સહિતના વેપારીઓની આગેવાનીમાં આયોજન કરાયું છે. વેપારીઓ ધૂન-કિર્તન બોલતા 22મી પદયાત્રા નીકળશે જેમાં વખારીયા બજારના વેપારીઓ મોટી સંખ્યામાં દુકાન બંધ કરી જોડાશે.

અન્ય સમાચારો પણ છે...