સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય:આજથી સોમનાથ મંદિરમાં આરતી, દર્શન માટે ભાવિકોને મળશે પ્રવેશ

સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીની અસર ઓછી થતા સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય : મંદિરમાં સવારના 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી દર્શન કરી શકાશે

કોરોના મહામારીની અસર ઘટતા સોમનાથ મંદિરમાં હવે ભક્તોને આરતી, દર્શન માટે પ્રવેશ આપવાનો સોમનાથ ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા જણાવાયું છે કે,15 સપ્ટેમ્બર 2021,બુધવારથી સોમનાથ મંદિરમાં આરતી તેમજ દર્શન માટે શ્રદ્ધાળુઓને પ્રવેશ અપાશે.

આ ઉપરાંત સોમનાથ મુખ્ય મંદિર, અહલ્યાબાઇ મંદિર, ભાલકા મંદિર, રામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ભીડીયા મંદિરમાં પણ આરતીમાં ભાવિકોને પ્રવેશ અપાશે. 15 સપ્ટેમ્બરથી સોમનાથ મુખ્ય મંદિરમાં દર્શનનો સમય સવારના 6 થી રાત્રીના 10 વાગ્યા સુધીનો રહેશે. મંદિરની ત્રણેય આરતીમાં ચાલુ આરતીએ ઉભા રહેવા દેવામાં નહી આવે. લાઇનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...