રસપ્રદ ઇતિહાસ:વેરાવળ પાલિકામાં 17મી વખત વહીવટદાર શાસન આવ્‍યુ, 90થી 95માં સાડા ચાર વર્ષ લાંબુ વહીવટદાર શાસન હતું

વેરાવળએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
1983ના રોજ પાલિકામાં પ્રથમવખત વહીવટદાર શાસન આવ્યું હતું - Divya Bhaskar
1983ના રોજ પાલિકામાં પ્રથમવખત વહીવટદાર શાસન આવ્યું હતું
  • પાલિકાની સાત દાયકાની સફરમાં અગાઉ સતાની સાંઠમારીના કારણે 16 વખત વહીવટદાર શાસન આવ્યું હતું

કોરોના મહામારીના કારણે સ્‍થાનીક સ્‍વરાજ્યની ચુંટણીઓ પાછળ ઠેલાતા વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકામાં દોઢ દાયકા બાદ ફરી વહીવટદારનું શાસન આવ્‍યુ છે. જો કે, વેરાવળ પાટણ નગરપાલિકાની રચનાથી અત્‍યાર સુઘીની સાત દાયકાની સફર દરમિયાન 16 વખત વહીવટદાર શાસન આવેલુ છે. જેમાં સૌથી વઘુ 1990ના દાયકામાં સતાની સાંઠમારીના કારણે સૌથી વધુ વહીવટદાર શાસન આવ્યું હતુ. જેમાં જુલાઈ 1990થી 1995 સુધી સાડા ચાર વર્ષ વહીવટદાર શાસન રહ્યું હતું.

પહેલીવાર 83માં વહીવટદાર શાસન આવ્યું હતું
વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાની રચના જાન્‍યુઆરી 1950માં થયેલ ત્‍યારે શહેરના અગ્રણી વકીલ હીરાચંદ ગાંઘી પાલિકાના પ્રથમ નગરપતિ બન્યા હતા. ત્‍યારબાદ 33 વર્ષમાં સુઘી જુદા-જુદા 15 નગરપતિઓએ પાલિકાનું શાસન સંભાળ્‍યુ હતુ. જો કે, પંદરમાં નગરપતિના કાર્યકાળ દરમ્યાન સતાપક્ષમાં ખેંચતાણ થતા તા.17-3-1983ના રોજ પાલિકામાં પ્રથમવખત વહીવટદાર શાસન આવેલ જે બે વર્ષ સુઘી રહ્યુ હતુ. આ બે વર્ષના વહીવટદાર શાસન દરમ્‍યાન ત્રણ અઘિકારીઓએ પાલિકાનો વહીવટ સંભાળ્‍યો હતો.

જુલાઈ 1990થી 1995 સુધી સાડા ચાર વર્ષ વહીવટદાર શાસન રહ્યું
જુલાઈ 1990થી 1995 સુધી સાડા ચાર વર્ષ વહીવટદાર શાસન રહ્યું

1990થી 95 સાડા ચાર વર્ષ વહીવટદાર શાસન
ત્‍યારબાદ જુલાઇ 1990માં ફરી વહીવટદાર શાસન આવ્યું હતું. જે જાન્‍યુઆરી 1995 સુઘી ચાલ્‍યું હતું. આ સાડા ચાર વર્ષના વહીવટદાર શાસન દરમ્‍યાન સાતેક આઇ.એ.એસ અને જી.એ.એસ. કેડરના અઘિકારીઓએ પાલિકાનો વહીવટ સંભાળ્‍યો હતો. જાન્‍યુઆરી 1999માં વહીવટદાર શાસન આવેલ જે સપ્‍ટેમબર 1999 સુઘી રહેલ હતુ. આ આઠ માસના વહીવટદાર શાસનમાં ત્રણ જી.એ.એસ. કેડરના અઘિકારીઓએ પાલિકાનો વહીવટ સંભાળ્‍યો હતો.

2000માં ફકત ચાર દિવસ માટે વહીવટદાર શાસન
જાન્‍યુઆરી 2000માં ફકત ચાર દિવસ માટે વહીવટદાર શાસન આવ્યું હતું. છેલ્‍લે જાન્‍યુઆરી 2005માં વહીવટદાર શાસન આવ્યું હતું જે નવેમ્‍બર 2005 સુઘી રહ્યું હતુ. આ આઠ માસના ગાળામાં બે અઘિકારીઓએ પાલિકાનો વહીવટ સંભાળ્યો હતો. આમ, પાલિકાની રચનાથી અત્‍યાર સુઘીના 71 વર્ષની સફરમાં 16 જેટલા વહીવટદારોએ સમયાંતરે પાલિકાનો વહીવટ સંભાળ્યો હતો.

2005 બાદ ત્રણ ટર્મ જુદી-જુદી બોડીએ સત્તા સંભાળી
તો બીજી તરફ છેલ્‍લે વર્ષ 2005 માં વહીવટદાર શાસન આવ્‍યા બાદ ત્રણ ટર્મ (15 વર્ષ)માં સતાપક્ષ અને વિપક્ષની અંદરખાનાની ભાઇબંઘીના કારણે ચુંટણીમાં ચુંટાતા નગરસેવકોની જુદી-જુદી બોડીએ પાલિકામાં સતા સંભાળી હતી. જો કે, હાલ 12 ડીસેમ્‍બર 2020 ના રોજ વર્તમાન ભાજપની બોડીની મુદત પુરી થયેલ છે એવા સમયે કોરોનાના કારણે ચુંટણી પાછળ ઠેલાઇ હોવાથી ફરજીયાત વહીવટદાર શાસન આવ્‍યુ છે.

પહેલીવાર મુદ્દત પૂર્ણ થયા બાદ વહીવટદાર શાસન
અત્રે નોંઘનીય છે કે, પાલિકાની રચનાથી અત્‍યાર સુઘીમાં 16 વખત વહીવટદાર શાસન આવેલુ છે. દર વખતે વહીવટદાર શાસન આવવા પાછળનું એક માત્ર કારણ સતાપક્ષમાં ઉભી થતી સતાની સાંઠમારી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. જો કે, 17મી વખત આવેલુ વહીવટદાર શાસન તો વર્તમાન શાસક પક્ષની મુદત પૂરી થયા બાદ ચુંટણી ન થઇ હોવાના કારણે આવ્યું છે જે પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત બન્‍યુ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

પાલીકામાં વહીવટદારોનો કાર્યકાળ

વહીવટદારનું નામક્યારથીક્યાં સુઘી
જે.એફ.બારોટ17-3-8326-9-83
બી.એચ.દવે26-9-8314-11-84
સી.વી.માઘાણી15-11-8411-4-85
રાજીવકુમાર ગુપ્‍તા27-7-905-8-90
એલ.એમ.ચુંવાગો6-8-9019-8-90
સંજય નંદન20-8-9027-12-90
કે.એ.માંડવીયા28-12-9021-3-91
સી.જે.ઠકકર22-3-9131-10-93
આર.એમ.જાદવ1-11-9326-10-94
ભાવિન પંડ્યા26-10-9416-1-95
ભાવિન પંડ્યા21-1-9929-1-99
એ.એ.રાવ30-1-9916-3-99
ભાવિન પંડયા16-3-992-9-99
સંજય ઓધીયા15-1-200018-1-2000
પી.પી.શાહ18-1-0516-7-05
એ.સી.રાઠોડ16-7-058-11-05
અન્ય સમાચારો પણ છે...