તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધિરાણની માંગ:માછીમારોના કિસાન ક્રેડિટ કાર્ડમાં રૂ.6 થી 7 લાખ ધિરાણ આપવા માંગ, રાજ્યભરના માછીમાર આગેવાનોની વેરાવળમાં બેઠક યોજાઇ

વેરાવળ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યના તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણના માછીમાર અગ્રણીઓએ વેરાવળ ખાતે મૃતપાય થતા માછીમારી વ્યવસાયને કઈ રીતે બચાવી શકાય તેની વિચારણા માટે તેમજ સાગરખેડૂ ચિંતન બેઠક 2020 નું વેરાવળ ખાતે આયોજન કર્યું હતું. વેરાવળ જીઆઇડીસી ખાતે આવેલા સી ફૂડઝ એક્સપોર્ટર એસોસિએશન ખાતે બે સેશનમાં યોજાયેલી બેઠકમાં માચ્છીમારોના પ્રશ્નોને લઈને ચર્ચા કરાઇ હતી. જેમાં પ્રથમ સેશનમાં માછીમાર આગેવાનોની મિટિંગ સવારે 11 થી 2:30 ના સમય દરમ્યાન યોજાઇ હતી.

જ્યારે સેશન-2 માં બપોરે 4:30 થી 7 દરમ્યાન એક્સપોર્ટર સાથે મિટિંગ યોજાઇ હતી. જેમાં માચ્છીમારી દરમ્યાન પડતી મુશ્કેલી તેમજ પોષણક્ષમ ભાવો મળે એ માટે ચર્ચા કરવામાં આવી હતી. લોકડાઉન દરમ્યાન માચ્છીમારોને થયેલ નુકસાની બદલ સરકાર દ્વારા આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી. માછીમારી વ્યવસાયને છેલ્લા બે વર્ષથી ગ્રહણ લાગી ગયું છે.માછીમારોએ હિંમત કરીને ઉછીના ઉધારા કરી ફરીથી બોટને દરિયામાં મોકલી પરંતુ કોરોનાની મહામારી અને લોકડાઉનને કારણે એ બોટોને થોડા જ દિવસમાં પાછી બોલાવવી પડી હતી.

ત્યારે પરપ્રાંતીય ખલાસી અને મજૂરોને આપેલા પૈસા અને તેમના વતન પહોંચાડવાની જવાબદારી પૂરી કર્યા બાદ હવે બોટ માલિકો પાસે નવી સિઝનમાં બોટ દરિયામાં ઉતારવાના પૈસા નથી બચ્યા. એવી અનેક રજૂઆતો વેરાવળ ખાતે મળેલી રાજ્યકક્ષાની આ મિટિંગમાં સામે આવી હતી. આ બેઠકમાં માચ્છીમાર આગેવાનો વેલજીભાઇ મસાણી, વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશનના તુલસી ગોહેલ, સી ફૂડ એસો.ના જગદીશભાઇ ફોફંડી, લખમભાઇ ભેંસલા,શરામભાઇ, તેમજ વિવિધ જિલ્લા ના માચ્છીમારો નુ પ્રતિનિધિ મંડળ આ સભ્યા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...