તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાકાય માછલી:નવા બંદરના માછીમારને માછીમારી દરમિયાન 400 કિલોની જમ્બો 'કારજ' માછલી મળી, માછલી ઊંચકવા ક્રેઈનની મદદ લેવી પડી

ઉના2 મહિનો પહેલા
માછીમારી દરમિયાન 'કારજ' નામની માછલી ઝડપાઈ
 • મહાકાય માછલીનો જોઈ માછીમારો આશ્ચર્યમાં મુકાયા

ગીર સોમનાથ જીલ્લાના ઉનાના નવાબંદર ગામે એક ફિશીંગ બોટમાં કારજ નામની મહાકાય માછલી પકડાઈ હતી. આ માછલી અંદાજે 400 કીલોથી વધુ વજનની હોવાની અંદાજ માછીમાર આગેવાનોએ વ્યક્ત કરેલ છે.

ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના નવાબંદર ગામે માછીમારી કરી બોટ નવાબંદર તરફ આવી રહેલ હતી ત્યારે બોટમાં અચાનક કારજ નામની મહાકાય માછલી પકડાઇ હતી. આ અંગે નવાબંદરના સરપંચ અને માછીમાર આગેવાન સોમવાર મજેઠીયાએ જણાવેલ કે, પકડાયેલ વિશાળકાય માછલી અંદાજે 400 થી 500 કિલોગ્રામની અને 10 ફૂટથી વધારે લંબાઈ ધરાવતી છે.

આ માછલી પકડાતા બોટ માલિકમાં ખુશી જોવા મળી હતી. પ્રાપ્ત માહિતી મુજબ આ માછલીનો ઉપયોગ દરિયાઈ ખાતરમાં કરવામાં આવે છે.દરિયો ઘણા રહસ્યોથી ભરેલો છે. જોકે પ્રદુષણ દરિયાઈ જીવો માટે જેટલું જોખમી છે તેટલું જ માનવ જીવન માટે પણ છે. દરિયાઈ સૃષ્ટીની વૈવિધ્યતાએ માનવજાતને ઘણી વાર આશ્ચર્યમાં મુકી દીધી છે. ઊનામાં નવાબંદર ગામ નજીક એક બોટમાં અચાનક મહાકાય માછલી પકડાઈ ગઈ હતી. આ માછલીને કારજ માછલી કહેવાય છે. સામાન્ય સંજોગોમાં આટલી મોટી મહાકાય માછલી જોવા મળતી નથી.

આ પકડાયેલ વિશાળકાય માછલીને ઉઠાવવા માટે ક્રેનની જરૂર પડી હતી. તેને બાંધવા માટે પણ મોટા દોરડાનો ઉપયોગ કરાયો હતો. કારણ કે તે દસ ફૂટ કરતાં પણ વધુ લંબાઈ ધરાવતી હતી. માછલી પકડાઈ ત્યારે બોટ માલિકની આંખો જ પહોળી રહી ગઈ હતી અહીં સુધી કે આ માછલીને જોનારા પણ સહુ કોઈ આશ્ચર્યમાં હતા કારણ કે આટલી મોટી કારજ માછલી અહીં લોકો પહેલી વખત જોઈ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો