તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓની હાલત કફોડી:મચ્છીનાં નિકાસકારોના ચીનમાં 35 કરોડ,સરકારમાં 200 કરોડ ફસાયા

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સી ફૂડ એક્ષપોર્ટ એસોે. સીએમને રૂબરૂ મળી રજુઆત કરી

સી ફૂડ એક્ષપોર્ટ એસોસીએશનાં પ્રતિનીધી મંડળ મુખ્ય મંત્રીને રૂબરૂ મળ્યું હતું. કોરોનાનાં કારણે માચ્છીની નિકાસ કરતા વેપારીઓની હાલત કફોડી હોવાનું કહ્યું હતું. તેમજ ચીનમાંથી 35.50 કરોડનું પેમેન્ટ આવ્યું નથી અને સરકારની યોજનાનાં 200 કરોડ પણ આવ્યાં નથી.

સી ફૂડ એક્ષપોર્ટ એસોસીએશનના પ્રતિનીધી મંડળમાં નેશનલ પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, ગુજરાતના પ્રમુખ પિયુષભાઇ ફોફંડી, ઉપપ્રમુખ કરશનભાઇ સલેટ, સેક્રેટરી નરેશભાઇ વણીક, સિલ્વર સી ફુડ પોરબંદરના કાનજીભાઈ જુંગી, સિદ્દીક સી ફૂડ સિદ્દિકભાઇ, હીરાવતીના પટેલભાઇ, વનિતા કોલ્ડ સ્ટોરેજના કેતનભાઇ સુયાણી સહીતના પ્રતિનીધી મંડળ દ્વારા રાજયના મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. રજુઆતમાં જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતનો મત્સ્યોદ્યોગ મોટી મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યો છે. રાજયમાં કાર્યરત ફ્રોઝેન ફીશ નિકાસકારોની નાણાકીય હાલત કફોડી બની છે, જેમાં ચીનમાં માલના પેમેન્ટ ન આવવાને કારણે ઓછામાં ઓછા સી ફૂડઝ નિકાસકારોના લગભગ 50 લાખ યુ.એસ. ડોલર જે આશરે રૂપિયા 36.50 કરોડ થાય છે, આ અટકાયેલ પેમેન્ટને લીધે નિકાશકારોને બેંકના હપ્તા ભરવામાં તકલીફ પડે છે.

રાજ્યમાં કાર્યરત નિકાસકારોના પ્રોડક્શનમાંથી ૭૦ ટકા મચ્છી ચાઇના નિકાસ થાય છે.ગુજરાત સરકાર નિકાસકારો માટે કોઇ આર્થિક પેકેજની જાહેરાત કરે તેવી માંગ છે. તેમજ ગત વર્ષના એપ્રિલ2020થી તા.31 ડીસેમ્બર 2020 સુધી કેન્દ્ર સરકારની એમ.ઇ.આઇ.એસ. યોજના ના રાજ્યના મચ્છી નિકાસકારોના લગભગ રૂા.200 કરોડ જેવી રકમ કેન્દ્રીય નાણાકીય વિભાગમાંથી પાસ થયા નથી. જેને લીધે પણ નિકાસકારોને આર્થિક તાણ થવા પામી છે. વ્હેલી તકે રકમ રીલીઝ થાય તેવી તજવીજ કરવાની માંગ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...