ઊનાના સામતેરની પ્રાથમિક શાળામાં ધો.1 થી 8 માં 250 થી 300 જેટલા છાત્રો અભ્યાસ કરે છે. પ્રા.શાળાનો મેઇનગેટ પાસે અડી આવેલ ઉના-ભાવનગર રોડના કારણે શાળામાં અભ્યાસ અર્થે આવતા બાળકોને અકસ્માતનો ભય સેવાય રહ્યો છે.
શાળાનો મેઇન ગેઇટ રોડ પર હોવાથી બાળકોના અકસ્માત થવાની પુરી સંભાવ હોય જોકે શાળામાં આવતા તમામ છાત્રોને ફરજીયાત હાઇવે ક્રોસ કરીને જીવનાન જોખમે ગેઇટ સુધી જવું પડે છે ત્યાર બાદ ગેઇટમાં પ્રવેશ કરે છે ત્યારે હાઇવે પરથી પસાર થતા નાના મોટા વાહનો હડફેટે લશે તો જવાબદારી કોણ ? અને પ્રાથમિક શાળાની બાજુમાં ઉમગણી સાઇડમાં ગ્રામ પંચાયત માલીકીની જગ્યા આવેલી છે.
તે જગ્યા જો પ્રા. શાળાને આપવામાં આવે તો શાળાનું મેદાન મોટુ થઇ જશે અને ઉગમણી સાઇડ ગેઇટ બનાવવામાં આવે તો અભ્યાસ અર્થે આવતા છાત્રોને અકસ્માત થવાનો ભય નહી રહે. તેમજ શાળાની પાસે ગ્રામ પંચાયતની જગ્યા પર કાયમી માટે ગંદકી રહે છે તે પ્રશ્ન પણ હલ થઇ શકે છે.
આમ સામતેર પ્રા.શાળાની બાજુમાં ઉગમણી સાઇડ ગ્રામ પંચાયત માલીકીની જગ્યા આવેલી હોય તે જગ્યા પ્રા.શાળામાં આપવા અને શાળાનો ગેઇટ ઉગમણી બાજુ બનાવવા સહીતના પ્રશ્નો છાત્રોના હિત માટે આ સમસ્યા હલ થાય તેવી માંગ સાથે સંજયસિંહ ભીમભાઇ ગોહીલે તલાટી કમ.મંત્રી ગ્રામ પંચાયતને લેખિત રજુઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.