તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળની કરુણ ઘટના:જે ઘરેથી આજે દીકરીની ડોલી નીકળવાની હતી ત્યાંથી પિતાની અર્થી ઊઠી, મહેંદીવાળા હાથે દીકરીએ પિતાને કાંધ આપી, ભાવાત્મક દૃશ્યો

વેરાવળ4 મહિનો પહેલા
આયુશી સ્‍વર્ગસ્‍થ પિતાને કાંઘ આપી સ્‍મશાનયાત્રામાં જોડાઇ હતી સ્‍મશાનઘાટ ખાતે જઇ અગ્‍ન‍િદાહ આપ્યો હતો - Divya Bhaskar
આયુશી સ્‍વર્ગસ્‍થ પિતાને કાંઘ આપી સ્‍મશાનયાત્રામાં જોડાઇ હતી સ્‍મશાનઘાટ ખાતે જઇ અગ્‍ન‍િદાહ આપ્યો હતો
 • લાડકી દીકરીના કન્‍યાદાનના એક દિવસ પહેલાં જ પિતાનું હાર્ટ-અટેકથી મૃત્‍યુ થયું
 • દીકરીએ સ્વર્ગસ્થ પિતાને અગ્નિદાહ આપતાં હાજર સૌકોઈની આંખમાંથી અશ્રુ વહેતાં થયાં
 • સોમનાથ ભૂમિના રઘુવંશી પરિવારમાં ખુશીના માહોલ વચ્‍ચે મોભીની અણધારી વિદાયથી ગમગીની પ્રસરી

વેરાવળમાં લોહાણા રઘુવંશી વેપારીની લાડકવાયી દીકરીના આજે લગ્ન હોવાથી છેલ્‍લા ઘણા દિવસોથી પરિવાર હર્ષોલ્‍લાસ સાથે લગ્‍ન સમારોહની તૈયારીઓ કરી રહ્યો હતો. દરમિયાન ગઇકાલે રવિવારે બપોરે એકાએક દીકરીના પિતાની તબિયત લથડી જતાં તેમને સારવાર અર્થે રાજકોટ લઇ જવાઈ રહ્યા એ દરમિયાન રસ્‍તામાં જ હાર્ટ-અટેકથી તેમનું મૃત્યુ થતાં રઘુવંશી પરિવારમાં ખુશીનો માહોલ એકાએક ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો. દીકરીના પિતાના એકાએક અવસાન બાદ બન્‍ને પરિવારોએ સામૂહિક રીતે હાલ લગ્‍ન પ્રસંગ મુલત્‍વી રાખવાનો કપરો નિણર્ય લીધો હતો.

હાર્ટ-અટેકથી મૃત્યુ થતાં રઘુવંશી પરિવારમાં ખુશીનો માહોલ એકાએક ગમગીનીમાં ફેરવાઈ ગયો.
હાર્ટ-અટેકથી મૃત્યુ થતાં રઘુવંશી પરિવારમાં ખુશીનો માહોલ એકાએક ગમગીનીમાં ફેરવાઈ ગયો.

નિસંતાન હોવાથી નાના ભાઈની દીકરીને ઉછેરી હતી
સમાજમાં હળવા સાથે સૌકોઇના હૃદયને હચમચાવી નાખે એવી ગમગીનીભરી ઘટનાની વિગત મુજબ વેરાવળ શહેરના બિહારીનગરમાં રહેતા અને જંતુનાશક દવાના રઘુવંશી વેપારી અશોકભાઇ પ્રાણજીવનદાસ તન્ના (ઉં.વ.62) નિસંતાન હોવાથી તેમના નાના ભાઇની દીકરી આયુશીને બાળપણથી જ પોતાની પાસે અત્રે વેરાવળ રાખી પ્રેમ-સ્‍નહેથી ઉછેરીને ભણાવી-ગણાવી મોટી કરી હતી. દીકરી અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. આ દીકરી આયુશીના લગ્ન આજે તા.7 ના રોજ લેવાયા હોવાથી રઘુવંશી પરિવાર લાડકવાયી દીકરીના લગ્‍ન સમારોહની જુદી-જુદી વિધિઓની ઉત્‍સાહભેર તૈયારી કરી રહ્યો હતો.

રવિવારે સવારે એકાએક તબિયત લથડી હતી
લાડકવાયી દીકરીનું કન્યાદાન કરવા પિતાના હૈયે હરખ સાથે ખુશી છલકાતી જોવા મળતી હતી. દરમિયાન દીકરીના લગ્‍નના આગલા દિવસે એટલે કે રવિવારે સવારે વેપારી અશોકભાઇ તન્‍નાની એકાએક તબિયત બગડતાં શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી, જેથી વેરાવળની ખાનગી હોસ્‍પિટલે લઇ જવાયા હતા.

નિસંતાન હોવાથી તેમના નાના ભાઇની દીકરી આયુશીને બાળપણથી ઉછેરી હતી
નિસંતાન હોવાથી તેમના નાના ભાઇની દીકરી આયુશીને બાળપણથી ઉછેરી હતી

સારવાર માટે રાજકોટ લઇ જતા હતા
જ્યાં તબીબે વધુ સારવાર અને રિપોર્ટ અર્થે રાજકોટ લઇ જવાનું જણાવ્યું હતું. પરિવારજનો તરત એમ્‍બ્‍યુલન્‍સ મારફત રાજકોટ લઇ જઇ રહ્યા હતા ત્‍યારે ગોંડલ આસપાસ અશોકભાઇનું મૃત્યુ થયું હતું. આ સમાચારથી ખુશીમાં થનગનતા રઘુવંશી પરિવાર તથા લોહાણા સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

રઘુવંશી પરિવાર દીકરીના લગ્‍નની જુદી-જુદી વિઘિઓની ઉત્‍સાહભેર તૈયારી કરી રહ્યો હતો
રઘુવંશી પરિવાર દીકરીના લગ્‍નની જુદી-જુદી વિઘિઓની ઉત્‍સાહભેર તૈયારી કરી રહ્યો હતો

આયુશી પાલક પિતાની અંતિમયાત્રામાં જોડાઈ
વેપારી અશોકભાઇના પાર્થિવદેહને રાત્રિના દસેક વાગ્‍યે તેમના નિવાસસ્‍થાને લઇ આવવામાં આવ્યો ત્‍યારે પરિવારજનોના હૃદયફાટ આક્રંદનાં દૃશ્‍યો જોઇ ત્‍યાં હાજર સૌકોઇની આંખો ભીની થઇ ગઇ હતી. ત્‍યાર બાદ લાડકી દીકરી આયુશીએ અશ્રુઓની વહેતી ધરા સાથે તેના સ્‍વર્ગસ્‍થ પિતાને કાંધ આપી સ્‍મશાનયાત્રામાં જોડાઇ સ્‍મશાનઘાટ ખાતે જઇ અગ્‍ન‍િદાહ આપ્યો હતો.

(તસવીર અને અહેવાલઃ રવિ ખખ્ખર, વેરાવળ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો