તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:રવિ પાકની ટેકાના ભાવે ખરીદી કરવા ખેડૂતોની માંગ

વેરાવળ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવા તથા ટેકાના ભાવે ખરીદી કરવા સીએમને આવેદન અપાયું

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં રવિપાક ઘઉંના ટેકાનો ભાવ મીનીમમ સ્પોટ પ્રાઈઝ પ્રતિ મણ 395 જાહેર કરવામાં આવેલ છે. વર્તમાન પરિસ્થિતિએ સમગ્ર ગીર-સોમનાથ જિલ્લામાં રવિપાક ઘઉંની 60 ટકા લલણી ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે. આગલા એક સપ્તાહમાં 100 ટકા લલણી પુરી થઈ જશે. પરંતુ જિલ્લાના પુરવઠા વિભાગે ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ નથી. તેમજ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવેલ ન હોય. તેવી પરિસ્થિતિમાં જિલ્લાભરનાં દરિયા કાઠાનાં ખેડુતો પ્રતિ ખાંડી રૂ.1200 થી રૂ.1300ની નુકશાની વેઠી ખુલ્લી બજારના વેપારીઓને મહેનત પસીનાથી ઉત્પાદન કરેલ ઘઉં પ્રતિ મણ રૂ.330 આસપાસ વેચી રહ્યા છે.

ગુજરાત ખેડૂત સમાજના ગિર-સોમનાથ જિલ્લાના પ્રમુખ ભગવાન સોલંકી અને ઉપપ્રમુખ જયેશભાઇ કછોટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી જણાવવામાં આવેલ કે રાજ્ય સરકાર ગતિશીલ ગુજરાતની વાતો કરે છે. પરંતુ ખેડુતોના હીતની જાહેરાતોનું અમલીકરણ કરણ અલગ-અલગ સરકારી વિભાગોના સંકલનના અભાવના કારણે તાત્કાલિક સમય મર્યાદામાં થતું નથી. તેવા સંજોગોમાં ગયા વર્ષ અતિભારે વરસાદના કારણે સોરરાષ્ટ્રના ખેડૂતોનો ખરીફ પાક 100 ટકા નિષ્ફળ ગયેલ છે.

તેમના આર્થિક મારથી ખેડૂતોનું ઘર ચાલવું પણ મુશ્કેલ બની ગયેલ છે અને આજે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ અને દયનિય છે. ત્યારે રવી પાકને લણવામાં થનાર ખર્ચને પહોંચી વળવા અને ઘઉં ઉત્પાદનમાં થયેલ ખર્ચનું ચુકવણું કરવાની સગવડ પણ ખેડૂતો પાસે નથી. માટે ઉચ્ચ કક્ષાએથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી જિલ્લા અને તાલુકા લેવલે ખરીદ કેન્દ્રો તાત્કાલિક શરૂ કરવામાં વ્યવસ્થા ઉભી કરવા સી.એમને રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો