ઝૂંબેશ:સોમનાથ મંદિરમાં યોજાયું ઓર્ગેનિક ફૂડનું પ્રદર્શન

વેરાવળ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેરેથોન દોડ, યોગાસન સ્પર્ધા અને સફાઇ ઝૂંબેશ પણ હાથ ધરવામાં આવી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ના સાનિધ્યમાં સુરક્ષિત અને હેલ્ધી ફૂડ પ્રદર્શન આજે રોજ જિલ્લા કલેકટર આર. જી. ગોહિલના હસ્તે ખુલ્લું મૂકાયું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ ના આયોજનના ભાગરૂપે યોજાયેલા આ પ્રદર્શનમાં હેલ્ધી ફ્રૂટ, અનાજ, ફળ ફળાદી, મુખવાસ સહિતના સ્ટોલ રખાયા હતા. સાથે સોમનાથ મહાદેવ મંદિરની પ્રસાદીનો સ્ટોલ પણ રખાયો છે. આ સાથે વેરાવળમાં આજે મેરેથોન દોડ યોજાઇ હતી.

બાદમાં આ દોડવીરો સફાઈ અભિયાનમાં પણ જોડાયા હતા. દોડમાં જુદી જુદી શાળાઓના 200 છાત્રોએ ભાગ લીધો હતો. તો વેરાવળની સેન્ટ મેરી હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાની પતંજલી યોગાસન સ્પર્ધા પણ યોજાઇ હતી. જેમાં તાલુકાના 50 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...