તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સોરઠમાં ટેકાના ભાવે ખરીદી કરવા માટે કર્મચારી ઘટે છે !!

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓએ શોષણને લઇ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કરવા માટે પુરવઠા નિગમના કર્મચારીઓની સંખ્યા અપૂરતી હોઇ તેઓનું શોષણ થતું હોવા અંગેની રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરાઇ છે. 3 વર્ષથી ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર સરકારની એજન્સી તરીકે નાફેડ અને ગુજરાત સરકારની એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની નિયુક્તિ કરાઇ છે. જેમાં પુરવઠા નિગમના કર્મચારીનું મર્યાદિત માનવબળ, કોવિડની મહામારી વચ્ચે માનસિક, શારિરિક ત્રાસ સહન કરીને પણ કામગિરી કરાઇ છે. જેમાં કર્મચારીઓ પર સતત બદલી, સસ્પેન્શન, ટર્મીનટનો ડર મંડરાયેલો રહે છે.

નિગમ શરુ થયું ત્યારે આશરે સમગ્ર ગુજરાતમાં 2100 થી 2200 કર્મચારી હતા. જેની સામે વય નિવૃત્તિ તેમજ અન્ય કારણે આજે ફકત 400 થી 500 કર્મચારી જ છે. એ પૈકી 80 ટકા સ્ટાફ ફિક્સ પગાર ધારક છે. જેઓને 5 વર્ષ પૂરા થવા છતા કાયમીનો હુકમ કરાયો નથી. આ વર્ષે નિગમના કર્મચારીઓને એમએસપીની કામગીરી ન આપવા જૂનાગઢ અનેે ગીર સોમનાથના નિગમના કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રી સહિતનાને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...