કાર્યવાહી:વેરાવળ પંથકમાં વીજ ચેકીંગ, 12 લાખનો દંડ

વેરાવળ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર-ગ્રામ્ય વિસ્તારમાં 25 ટીમ ત્રાટકી

સોમનાથ-પ્રભાસ પાટણ વિસ્તારમાં વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને સાડા બાર લાખ રૂપિયાની વિજ ચોરી બહાર આવી હતી.સોમનાથ-પ્રભાસ પાટણ અને વેરાવળ પંથકમાં કાર્યપાલક ઈજનેર પી.વી.જોષીનાં માર્ગદર્શન હેઠળ 25 ટીમે ચેકીંગ હાથ ધર્યું હતું. અને સોમનાથ ટોકીઝ વિસ્તાર, વેરાવળ સીટી, જૈન હોસ્પિટલ રોડ, ખારવાવાડા સહિતના વિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.

જેમાં 321 વીજ જોડાણો ચેક કરાયા હતા. જેમાંથી 74 વિજ જોડાણોમાં ગેરરીતિ બહાર આવી હતી અને વિજ ચોરોને સાડા બાર લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય એ છે કે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિજ ચોરી થતી હોય જેને ડામી દેવા તંત્ર સજ્જ બન્યું છે. જેથી વિજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...