તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:વાવાઝોડાના અસરગ્રસ્તો માટે 25,000 પતરાંનું વિતરણ શરૂ

વેરાવળ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમનાથ ટ્રસ્ટનો સેવાયજ્ઞ, પતરાં અસરગ્રસ્તો સુધી પહોંચાડવા આરએસએસના સ્વયંસેવકો 18 ટ્રેક્ટર સાથે મેદાને

વાવાઝોડાને લીધે ગિરગઢડા, ઊના, રાજુલા અને જાફરાબાદ તાલુકાના છેવાડાના ગામડાઓમાં મોટાભાગના લોકોએ પોતાના ઘરની છત ગુમાવી છે. પતરાં-નળિયાં ઉડી અને તૂટી ગયા છે. આથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વાવાઝોડાના બીજા જ દિવસથી ફૂડપેકેટ, રાશન કીટ વિતરણની કામગીરી કરાઇ હતી. ટ્રસ્ટે કુલ 34,600 ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા અસરગ્રસ્ત ગામડાઓમાં પતરાંની જરૂરિયાતને ધ્યાનમાં રાખી 25,000 પતરાંનું વિતરણ કરવાનું નક્કી કરાયું છે. દાતાઓના સહયોગથી ટ્રસ્ટ દ્વારા પતરાં વિતરણની કામગીરી કરવામાં આવશે. આજે ગિરગઢડા તાલુકાના ગામડામાં પતરાંનું વિતરણ શરૂ કરાયું છે.

જેમાં સ્થાનિક જીલ્લા વહિવટી તંત્ર તેમજ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના 90 સ્વયંસેવકો 18 ટ્રેક્ટરો સાથે પતરા વિતરણની કામગિરીમાં જોડાયા છે. સોમનાથ ટ્રસ્ટની ટીમ સાથે રહીને જરૂરિયાતમંદોને ઘેર ઘેર જઇ પતરાંની મદદ પહોંચાડે છે. સાથે ભગવાન સોમનાથની પ્રસાદી ચિક્કી પણ આપવામાં આવે છે. ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા એક પતરાંનું દાન આપવા માટે પણ શિવભક્તોને અપીલ કરી છે. જે ડિજીટલ વોલેટ અથવા ટ્રસ્ટના એકાઉન્ટમાં સીધું પણ જમા કરાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...