તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કોડીનાર-વેરાવળ બસમાં સુત્રાપાડાથી ચઢવામાં મુશ્કેલી

વેરાવળ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉપડે ત્યાંથીજ ફૂલ થઇ જતી હોઇ વિદ્યાર્થી, અપડાઉનવાળાને મુશ્કેલી

ગીર સોમનાથનાં સુત્રાપાડા તાલુકામાં કોડીનારથી આવતી-જતી એસટી બસ આગળનાં સ્ટોપથીજ ભરાયેલી આવે છે. આથી સુત્રાપાડા તાલુકા અને આસપાસના ગામમાંથી વેરાવળ ભણવા જતાં વિદ્યાર્થીઓ અને મુસાફરોને માસિક પાસ હોવા છતાં રીક્ષામાં અલગથી ભાડું ચૂકવીને જવું પડે છે.સુત્રાપાડાનાં વિદ્યાર્થીઓને કોરોના મહામારી પહેલાં જે સમસ્યા હતી એ ફરી શરૂ થઇ છે. સુત્રાપાડા થઇને ચાલતી કોડીનાર-વેરાવળ વચ્ચેની એસટી બસો પૈકીની 3 સવારે ચાલતી. જે હવે કોરોનાકાળ બાદ માત્ર એકજ બસ ચાલે છે. આ બસ પણ કલાકોની રાહ જોવડાવે છે.

વળી આગળના સ્ટોપ પરથી ભરેલી આવતી હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે. જ્યાંથી ઉપડે છે ત્યાંથીજ આ બસ ફૂલ થઇ જતી હોઇ કણજોતર, સિંગસર, લોઢવા, સુત્રાપાડા, કદવાર અને લાટીના વિદ્યાર્થીઓ તેમજ રોજ અપડાઉન કરતા મુસાફરો સમયસર પહોંચી શકતા નથી. અનેક વખત એસટી ડેપોમાં વધુ બસો ફાળવવા રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી. આથી સુત્રાપાડા અને આજુબાજુનાં ગામનાં લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો