વિકાસકાર્ય:વેરાવળ પંથકનાં 26 ગામોમાં 1.25 કરોડનાં ખર્ચે વિકાસ કામો કરાશે

વેરાવળ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ, રસ્તા, પાણી, કમ્પાઉન્ડ હોલ, આંગણવાડી સહિતનાં કામો થશે

વેરાવળમાં એટીવીટી યોજના હેઠળ આયોજનને લઈ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ ગ્રામ્ય વિસ્તારમાં રોડ, રસ્તા,પાણી, આંગણવાડીઓ સહિતનાં વિકાસકામો માટે રજૂઆત કરી હતી. અને 1.25 કરોડનાં ખર્ચે ગ્રામ્ય વિસ્તારોનાં વિકાસકામો મંજૂર કરાયા હતા.

જેમાં આજોઠા, આંબલીયાડા, ઉકડીયા, કિંદરવા, કુકરાસ, કોડીદ્રા, છાપરી, દેદા, નવાપરા, નાખડા, નાવદ્રા, પંડવા, પાલડી, માથાસૂરિયા, મીઠાપુર, મેઘપૂર, રામપરા, કુંભા, વાવડી ( આદ્રી ), સારસવા, સીડોકર, સીમાર, સુપાસી, સોનારીયા, હસ્નાવદર અને ગુણવંતપૂર જેવા ગામોનો સમાવેશ થાય છે. જ્યાં વિકાસકામો શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...