તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રને રજૂઆત:વેરાવળથી લાંબા રૂટની એસટી બસ શરૂ કરવા માંગ

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર, અંબાજી, નાથદ્વારા, સાંરગપુર જેવા રૂટો શરૂ કરવા એસટી તંત્રને રજૂઆત

વેરાવળ એસટી નિગમની મનમાની કોરોનાના બહાને એનેક એસટી રૂટ ફરી સરૂ નથી કરાયા. સોમનાથથી-અંબાજી-નાથદ્વારાની બસ બંધ સોમનાથથી મહારાષ્ટ્ર તથા મુંબઈ સુધીના રૂટની એક પણ બસ ચાલું નથી. જેથી વહેલી તકે બસ સેવા ચાલુ કરાવવા લોકોની માંગ ઉઠી છે.

ગીર-સોમનાથ જીલ્લામાં બાર જ્યોર્તિલીંગ માની પ્રથમ સોમનાથ ધામ આવેલું છે. તથા અહીં ફિશરીઝ જેવા અનેક ઉધોગો શરૂ છે. જેના માટે બસ સેવાની ખુબ જ જરૂરીયાત છે. ગીર પંથકને જોડતી વેરાવળ-તાલાલા-સુરત રૂટ એક ઝાટકે ટ્રાફીક ન મળવાના બહાને બંધ કરવામાં આવ્યો છે. જ્યારે ખાનગી બસમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે. જૅથી સોમનાથ મુંબઈ વોલવો અથવા સલીપર કોચ એસટી બસ સેવા તથા સારંગપુર, કચ્છ તથા માંગરોળ અન ગીર પંથક જેવા નાના રૂટની બસ ચાલુ કરવાની તાતી જરૂરીયાત છે. બસ સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબતે એસટી તંત્રને રજુવાત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...