તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:વેરાવળ રેલ્વે સ્ટેશનેથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા માંગ

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેલ્પ ટ્રસ્ટે વેરાવળ સ્ટેશન માસ્તરને આવેદન આપ્યું

વેરાવળ રેલ્વે સ્ટેશનથી લાંબા અને ટૂંકા અંતરની ટ્રેનો નિયમિત રીતે શરૂ કરવા હેલ્પ ટ્રસ્ટે રજૂઆત કરી છે. વેરાવળના હેલ્પ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેરાવળ રેલ્વે સ્ટેશન માસ્ટરને આવેદન આપી રજૂઆત કરાઇ છે કે, કોરોનાની મહામારીના કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થયેલ છે. લાંબા સમયથી વેરાવળ સ્ટેશનથી લાંબા રૂટની ટ્રેનો બંધ છે. જેને કારણે લોકો વધુ પરેશાની ભોગવી રહયા છે. વેરાવળમાં ધાર્મિક સ્થળો આવેલા હોવાથી લોકોની આસ્થા જોડાયેલી છે.

આથી ટ્રેનો શરૂ થાય તો લોકોને ખુબ ફાયદો થશે. ટ્રેનની મુસાફરી સસ્તી અને સલામત છે. આથી વહેલી તકે ટ્રેનો વેરાવળ સ્ટેશનથી શરૂ કરવામાં આવે. આ તકે હેલ્પ ટ્રસ્ટના પ્રમુખ અફઝલ, સમાજ સેવક રાજુભાઇ કાનાબાર, લોહાણા અગ્રણી દિનેશ રાયઠ્ઠા અને અમજદ પંજાએ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...