રજૂઆત:વેરાવળના પૌરાણિક તળાવનું સંચાલન પાલિકાને સોંપવા માંગ

વેરાવળ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેહોત્સર્ગ પાસેના તળાવ અંગે ખુદ પાલિકા પ્રમુખે રજૂઆત કરી

વેરાવળ-પાટણ જોડીયા શહેર પ્રભાસક્ષેત્રની પુણ્ય ધરતી પર વસેલા શહેર છે. અહીંનું સૌથી મોટું તીર્થધામ એટલે ભગવાન સોમનાથનું મંદિર તથા ભગવાન શ્રીકૃષ્ણનું દેહોત્સર્ગ. દેહોત્સર્ગની અડોઅડ એક પૌરાણીક તળાવ આવેલું છે. આ તળાવની દેખરેખ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. આ તળાવની દેખરેખ નગરપાલિકાને સોંપવાની રજૂઆત પાલિકા પ્રમુખે કરી છે.

વેરાવળ નગરપાલીકાના પ્રમુખ પિયુષભાઇ ફોફંડીએ વડાપ્રધાનને એવી રજૂઆત કરી છેકે, ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ પાસે આવેલું પૌરાણિક તળાવ સોમનાથ ટ્રસ્ટને હસ્તક છે. ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારમાં ખુબજ સુંદર રીતે આયોજનબદ્ધ રીતે વિકાસના કામો થઈ રહ્યા છેે. પણ આ તળાવનો વિકાસ થયો નથી. આથી સુંદર તળાવની હાલત બહુજ ખરાબ હાલત છે.

તેમાં આસપાસના લોકો કપડાં ધૂએ છે. આથી તળાવને પુનઃજીવિત કરવા આર્કિયોલોજીકલ ડીપાર્ટમેન્ટ તથા સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં રહી જરૂરી આયોજન કરી આ તળાવની એક આગવી ઓળખ બને તેવું નયનરમ્ય તળાવ બનાવવા તેનું સંચાલન નગરપાલિકાને સોંપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...