માંગ:વડિયામાં સરકારી સાયન્સ સ્કુલ, કાેલેજની સુવિધા આપવા માંગ

વડીયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ મંત્રી ઉંધાડ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રૂબરૂ રજુઆત કરાઇ

વડીયામા તાલુકા કક્ષાની માેટાભાગની કચેરીઅાે કાર્યરત છે. જાે કે અહી ભુતકાળમા ગ્રાન્ટેડ કોલેજ અને ખાનગી સાયન્સ સ્કૂલની સુવિધાઓ હતી. જે કોઈ કારણોસર તે કોલેજની માન્યતા રદ કરવામાં આવતા છેલ્લા 13 વર્ષથી વડિયા ઉચ્ચ શિક્ષણની સુવિધાથી વંચિત છે. રાજ્ય સરકારની વર્ષ 2015-16ની જાહેરાત મુજબ જે તાલુકા મથક પર કોલેજની સુવિધાઓ નથી. ત્યાં કોલેજની સગવડ સરકાર આપશે તેવી તત્કાલીન સરકાર દ્વારા પોલિસી જાહેર કરવામાં આવી હતી.

આ પોલિસી અનુસાર વડિયા વિસ્તારના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી તથા વર્તમાન મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને વડિયાને સરકારી કોલેજ અને સરકારી સાયન્સ સ્કૂલ આપવા માંગણી કરાઈ હતી.આ માટે પૂર્વ મંત્રીના પ્રયત્નથી વડિયા ગ્રામ પંચાયત સંચાલિત સુરગવાળા હાઈસ્કૂલના બિલ્ડીંગના ઉપયોગ માટે પણ સહમતી અપાઈ હતી.

હાલ વડિયામાં ત્રણ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. જેમાં 300 જેટલાં વિદ્યાર્થી ઉપરાંત આસપાસના ગામડાઓના વિદ્યાર્થીઓની મોટી સંખ્યા ધોરણ 12માં અભ્યાસ કરી કોલેજના શિક્ષણ માટે જેતપુર, ગોંડલ, રાજકોટ, ભેસાણ, દેરડી, જૂનાગઢ, અમરેલી અપડાઉન કરવા મજબુર બને છે. જયારે ધોરણ 10ના હોશિયાર વિદ્યાર્થીઓ ઉંચી સાયન્સની શિક્ષણ ફી ભરવા મજબુર બને છે. તો કોઈને નાણાંની અગવડતાના કારણે ઉચ્ચ શિક્ષણ મેળવી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...