રજૂઆત:80 ફુટ રોડ પરના રેલ્વે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા માંગ

વેરાવળ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામ તાત્કાલિક શરૂ કરવા ધારાસભ્યની રજૂઆત

સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાંની રજૂઆતમાં જણાવ્યં મુજબ 80 ફૂટ રોડ પાસે આવેલ રેલ્વે ફાટક તથા હરસિધ્ધિ સોસાયટી વિસ્તારમાં આવેલા રેલ્વે ફાટક ઉપર ઓવેરબ્રિજ બનાવવા માટે વર્ષ 2019/20ના બજેટ સત્રમાં કામ મંજૂર કરાયું હતું. પરંતુ એક વર્ષથી વધુ સમય બાદ પણ કામ શરૂ થયું નથી.

જેના લીધે જ્યારે પણ ટ્રેન આવે ત્યારે અડધા કલાક પહેલા ફાટક બંધ કરે છે. અને ટ્રેન જાય પછી 10 મિનિટ બાદ ફાટક ખોલવામાં આવે છે. જેના કારણે શહેરના જલારામ સોસાયટી, અલીભાઈ સોસાયટી, સોમનાથ ટોકીઝ વિસ્તાર, ભાવના સોસાયટી, 80 ફૂટ રોડ વિસ્તારના રહિશોને સમયનો વેડફાટ તથા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત દિવસ દરમિયાન 10 થી 12 વખત ફાટક બંધ થાય છે. વિધાનસભા સત્રમાં આ કામ વહેલી તકે શરૂ કરવા બાબતે ખાત્રી આપી હતી. પરંતુ કામ શરૂ ન થતાં ફરી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...