તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:વેરાવળ ખાતે ચોપાટીની કામગીરી પુર્ણ કરવા માંગ

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય 1600 કિ.મી. જેટલી લાંબી દરિયાઈ પટ્ટી ધરાવે છે. વેરાવળના રાજેન્દ્ર ભવન રોડ પર ચોપાટીનું કામ વર્ષોથી થય રહ્યું છે. સરકારે કોરોડો રૂપિયા તેને બનાવવા માટે ફાળવ્યા હોવા છતાં કામગીરી પુર્ણ ન થતાં કલેક્ટરને રજુઆત કરાઈ છે. ઘણા સમયથી ચોપાટીનું કામ બંધ હાલતમાં છે.

સરકારે કોરોડો રૂપિયા ખર્ચ્યા હોવા છતાં સાંજ પડે કે ચોપાટી પર અંધારપટ છવાય જાય છે. જેથી શહેરના લોકો માટે આ ચોપાટી ફક્ત નામની જ છે તેવું પુરવાર થઇ રહ્યું છે. જેથી નગરસેવક અફઝલ પંજા દ્વારા કલેકટરને રજૂઆત કરી છે. કે રૂબરૂ ચોપાટીનું નિરીક્ષણ કરી વહેલી તકે કામ પૂરૂ કરવામાં આવે જેથી શહેરીજનોને એક શ્રેષ્ઠ પર્યટન સ્થળ મળી રહે.

અન્ય સમાચારો પણ છે...