ઉનાના દેલવાડા ગામની મચ્છુન્દ્રી નદીના પુલનું કામ છેલ્લા 1 માસથી જૂનું પુલ તોડી બંધ હાલતમાં હતું. જે આજે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે બપોરના બે વાગ્યે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, હરિભાઈ સોલંકી, સામતભાઈ ચારણીયા, વિજયભાઈ બાંભણીયા, હરિભાઈ ઝણકાટ, ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ, ગ્રામ પંચાયતના સભ્યો સહિત હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો સહીતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
દેલવાડા ગામે મચ્છુન્દ્રી નદીમાં દર વર્ષે ચોમાસા દરમિયાન નદીમાં પુર આવે ત્યારે અહીથી પસાર થતા 20 ગામ લોકોને સમસ્યા ઉભી થતી હતી. અને પુરના પાણીમાં તણાઇ જવાની ઘટના દર વર્ષે બનતી હતી. જેના પગલે પ્રદેશ યુવા ભાજપાના પૂર્વ મંત્રી વિજયભાઈ બાંભણીયાએ ગત તા.8 ના રોજ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી હતી.
જે અનુસંધાને આજે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ. દેલવાડાના સરપંચ પૂજાબેન બાંભણીયા દ્વારા વહેલીતકે કામ પૂર્ણ કરવા અપીલ કરી હતી. જોકે આ પુલનું બાંધકામ શરૂ થતાં દેલવાડા તેમજ આજુબાજુના 20 ગામના લોકોને રાહત પ્રસરી અને દર વર્ષે થતા મોતની ઘટના અટકશે. તેથી લોકોમાં ખુશીની લાગણી પણ પ્રસરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.