મુલાકાત / હેલિકોપ્ટરમાં ખામી, CMનો કાફલો કારમાં પોરબંદર રવાના

Defective helicopter, CM's convoy left for Porbandar in car
X
Defective helicopter, CM's convoy left for Porbandar in car

  • પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા

દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 04:00 AM IST

વેરાવળ. મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે સોમનાથ આવ્યા હતા. અને સોમનાથ મહાદેવનાં દર્શન, પુજા કરી હતી. ગુજરાત કોરોના મુક્ત બને અને સૌનાં કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, લોકડાઉન બાદ મંદિરો ખુલતા જ દર્શન, પુજા કરવાની ઇચ્છા હતી. જે આજે પૂર્ણ થઇ છે. આ ઉપરાંત ગીર-સોમનાથમાં વધતા કોરોનાનાં કેસને લઇ અધિકારીઓને સુચના આપી હતી. તકેદારી રાખવા કહ્યું હતું. 

સીએમ ગાંધીનગર જવા રવાના થયા ત્યારે જ હેલીકોપ્ટરમાં કોઇ ખામી સર્જાઇ હતી. જેથી સીએમ કાફલા સાથે કાર મારફત પોરબંદર જવા રવાના થયા હતા. અને ત્યાંથી ગાંધીનગર ગયા હોવાનું જાણવા મળે છે. 

બિસ્માર રોડ પરથી નીકળીને કાફલો પોરબંદર એરપોર્ટ પહોંચ્યો હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા મુખ્યમંત્રીના કાફલાએ પોરબંદર સુધીથી બાય રોડ જવાનું નક્કી કર્યું હતું. જોકે, થોડી મરામત કર્યા બાદ હેલિકોપ્ટર રિપેર થયું હતું. પરંતુ ફરી ખામી સર્જાતા  સોમનાથથી બાયરોડ માણાવદર થઈને કાફલો પોરબંદર એરપોર્ટ પહોંચ્યો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી