તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:સોમનાથથી યાત્રિકોની સુવિધા માટે સાપ્તાહિક અને સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • સોમનાથ-પોરબંદર 3 સપ્ટેમ્બરથી દોડતી થશે
  • પાલિતાણા-બાંદ્વા વચ્ચે 1 સપ્ટેમ્બરથી દોડતી થશે

કોરોનાકાળને લઈ બંધ કરાયેલ ટ્રેનો યાત્રિકોની માગણી મુજબ ધીમે ધીમે પૂર્વવત રીતે રેલ તંત્ર દ્વારા દોડાવવામાં આવી રહી છે. જે અંતર્ગત યાત્રિકોની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા પોરબંદર- સોમનાથ ટ્રેન તા.3 જીથી અને પાલીતાણા-બાંદ્રા તા.1 લી થી સ્પેશિયલ ટ્રેનો દોડશે.

જેમાં પોરબંદર-સોમનાથ-પોરબંદર સ્પેશિયલ ટ્રેન પોરબંદરથી દરરોજ સવારે 5:45 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 11:35 કલાકે સોમનાથ પહોંચશે. આ ટ્રેન તા.3 સપ્ટેમ્બરથી ચાલશે. એ જ રીતે સોમનાથ - પોરબંદર સ્પેશિયલ સોમનાથથી દરરોજ બપોરે 2:40 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રીના 9:15 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન તા.3 સપ્ટેમ્બરથી ચાલશે.આ ટ્રેન વેરાવળ, ચોરવાડ રોડ, માળીયા હાટીના, કેશોદ, બદોદર, લુશાલા, શાપુર, જૂનાગઢ, વડાલ, જેતલસર, ધોરાજી, સુપેડી, ઉપલેટા, ભાયાવદર, પાનેલી મોટી, જામ જોધપુર, બાલવા, કાઠકોલા, વાંસજાળીયા, તરસઈ અને રાણાવાવ સ્ટેશનો પર રોકાશે.

જયારે પાલિતાણા-બાંદ્રા-પાલિતાણા સ્પેશિયલ ટ્રેન (સાપ્તાહિક) ટ્રેન, પાલિતાણા - બાંદ્રા સુપરજ્ઞસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ પાલિતાણાથી દર બુધવારે રાત્રે 8 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 9:30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન તા.1 લી સપ્ટેમ્બરથી ચાલશે.

તેવી જ રીતે બાન્દ્રાથી પાલિતાણા સુધીની સુપરજ્ઞસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ દર મંગળવારે સાંજે 4:45 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 5:50 કલાકે પાલિતાણા પહોંચશે. આ ટ્રેન તા.31 ઓગસ્ટથી ચાલશે. આ ટ્રેન સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, જોરાવરનગર, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

અન્ય સમાચારો પણ છે...