તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટેરી દુલ્હન:40 હજાર રૂપિયા આપી લગ્ન કરવાનું નક્કી કર્યું, નિકાહના દિવસે જ દુલ્હન ચાલી ગઇ

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેરાવળમાં રહેતા એક પ્રૌઢને બીજા લગ્ન કરવા માટે અંકલેશ્વરના એક શખ્સે લગ્ન કરાવી આપવા કહી 10 હજાર રૂપિયા લીધા હતા. સુરતની યુવતી સાથે લગ્નનું નકકી કરી વેરાવળ લાવ્યા બાદ નિકાહ કર્યા એજ દિવસે ઘર ચલાવવાની યુવતીએ ના પાડી ચાલી જતાં પ્રૌઢે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે યુવતી અને તેના સાગ્રીત સામે ગુનો નોંધ્યો હતો.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, વેરાવળની કૌશર કોલોનીમાં રહેતા અને બોટમાં કામ કરતા ઇબ્રાહીમ મુસાભાઇ મુકાદમ (ઉ. 59) ને બીજા લગ્ન કરવા માટે અંકલેશ્વર રહેતા ઇરફાન યુસુફભાઇ શેખનો સંપર્ક થયો. તેઓએ રૂા. 40 હજાર માં લગ્ન કરાવવાનું કહી સુરતમાં રહેતી શાઇમાબેન સાથે લગ્નનું નક્કી કર્યું. એ વખતે ઇબ્રાહીમભાઇએ શાઇમાબેનને રૂા. 35 હજારની સોનાની વિંટી અને રૂા. 15 હજારના કપડાં-કટલેરી આપી. ત્યારબાદ ત્રણેય સાથે વેરાવળ ખાતે આવ્યા હતા. અને રિતીરિવાજ મુજબ નિકાહ પણ કર્યા.

નિકાહ પછી તરત શાઇમાબેને કહ્યું, મારા મોટા બાપુ ગુજરી ગયા છે. અને પિયર જવું પડશે. અને કપડાં, સોના-ચાંદીના દાગીના પેક કરવા લાગી. સાથે ઇરફાનભાઇને પણ બાકીના રૂા. 30 હજાર આપી દેવા કહ્યું. આથી ઇબ્રાહીમભાઇને શંકા જતાં તેણે કહ્યું, આપણે સાથે તારા પિયેર જઇશું. આથી શાઇમાબેને ઇરફાનભાઇ સાથે જવાની જીદ કરતાં ઇબ્રાહીમભાઇએ તેની પાસેથી ઘરેણાં અને કપડાં પરત લઇ લીધા. આથી શાઇમાબેને મારે તારૂં ઘર નથી ચલાવવું એમ કહી ઘેરથી નિકળી ગઇ. અને ઇરફાન સાથે તે પોલીસ ચોકીએ પહોંચ્યા. જ્યાં પોલીસે ઇબ્રાહીમ મુકાદમને બોલાવતાં તેમણે સમગ્ર હકીકત જણાવતાં પોલીસે ઇરફાન યુસુફભાઇ શેખ અને શાઇમાબેન હનીફભાઇ શેખ સામે ગુનો નોંધ્યો હતો. બનાવની તપાસ પીએસઆઇ મુસાર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...