તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વેરાવળમાં જુગારનો દરોડો પાડવા ગયેલી પોલીસ સાથે ટોળાંનું ઘર્ષણ

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસને જોઇ દોડાદોડીમાં યુવાનને ઇજા થતાં મામલો બિચક્યો
 • અમારો જ વિસ્તાર મળે છે કહી મહિલાઓ ટાવરચોકે ધસી ગઇ

વેરાવળના કોળીવાડા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના અાધારે પોલીસ દરોડો પાડવા પહોંચી હતી અને પોલીસને જોઇ જુગારીઓમાં ભારે નાસભાગ થતાં એક યુવાનને ફ્રેકચર જેવી ઇજા પહોંચતી હતી. આ નાસભાગ જોઇ લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા. સ્થાનિક મહિલાઓએ ટાવર ચોકમાં ધસી જઇને એવો આક્ષેપ કર્યો હતો કે પોલીસના મારથી જ યુવાનને ઇજા પહોંચી છે. આથી થોડીવાર તો મામલો ગરમાયો હતો.

મહિલાઓએ એવો આરોપ મૂક્યો હતો કે વારંવાર અમારો જ વિસ્તાર પોલીસને દરોડો પાડવા માટે શા માટે મળે છે? બીજે ક્યાંય જુગાર રમાતો જ નથી? ગરમાગરમી બાદ આગેવાનોની સમજાવટથી માંડ કરીને મામલો શાંત પડ્યો હતો અને પોલીસ ફરિયાદ થઇ ન હતી. વેરાવળમાં કોળીવાળા વિસ્તારમાં પોલીસ જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડવા ગઈ હતી.આથી રમનારના રંગમાં ભંગ પડ્યો હતો અને નાસભાગ થઇ હતી. જેમાં એક યુવાનને પગમાં ઇજા થતાં હોસ્પિટલે ખસેડ્યો હતો. જેથી મહિલાઓ અને યુવાનો વિફર્યા હતા અને ટોળાં એકઠા થઈ ટાવરે પહોંચ્યા હતા.

મહિલાઓએ અેવો આક્ષેપ કર્યો હતો કે પોલીસે ધક્કો મારતા યુવાનને ઇજા પહોંચી છે. અમારો કોળીવાડો જ કેમ હાથમાં આવે છે? ગામમાં ઘણી જગ્યાએ જુગાર અને દારૂ રમાય છે ત્યાં કેમ રેડ કરતા નથી? મહિલાઓનો આક્રોશ એટલો બધો હતો કે પોલીસની ગાડી પર ચડી ગઈ હતી, તેમજ યુવાનો ટાવરચોકે એકઠાં થતા પોલીસ પણ ભેગી થઈ હતી. ટોળાંએ ટાવર ચોકમાં ધમાલ શરૂ કરી દેતાં ન્યૂઝ કવરેજ કરવા ગયેલા પત્રકારનો ફોન પણ ટોળાંએ ઝુંટવી લેતાં મામલો વધુ ગરમાયો હતો. બાદમાં આગેવાનો વિરજીભાઈ જેઠવા, દેવાભાઈ ધારેચા,ભીમભાઈ વાયલુ, સમાજના પટેલ,નગરપાલિકા પ્રમુખ સહિતનાએ ટોળાંને સમજાવટ કરી પરત ઘરે મોકલ્યા હતા. પીઆઇ પરમારે આગેવાનો સાથે બેઠક કરી મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો