તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌ તસ્કરી:ઉમરગામમાં રાતના અંધારામાં ગાયને ઉઠાવી ગયા, ગૌ તસ્કરીની ઘટના CCTVમાં કેદ

વલસાડ23 દિવસ પહેલા
  • 5થી 6 ઇસમો ઉમરગામના GIDC વિસ્તારમાંથી સ્કોર્પિયો કારમાં ગાયને ઉઠાવી ગયા
  • ગૌ તસ્કરી રોકવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માગ

વલસાડ જિલ્લામાં થોડા દિવસથી ગૌ તસ્કરોએ આતંક મચાવ્યો છે. તાજેતરમાં ગૌ તસ્કરોને રોકવાનો પ્રયાસ કરનારા પર ગાઢી ચડાવવાના પ્રયાસ બાદ એક સીસીટીવી સામે આવ્યા છે. જેમાં 5થી 6 ઇસમો રાત્રીના અંધારામાં ઉમરગામમાં ગૌ વંશની તસ્કરી કરવા આવ્યા હતા. GIDC વિસ્તારમાં ગાયની તસ્કરી કરવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. ગૌ વંશની તસ્કરીના પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા આ તસ્કરી રોકવા માટે પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

બનાવની વિગતો એવી છેકે, ગઇકાલે રાત્રે 5થી 6 ઇસમો ઉમરગામના GIDC વિસ્તારમાં સ્કોર્પિયો કાર લઇને આવ્યા હતા. જ્યાં ગૌ વંશનું ઝૂંડ હતું ત્યાં જઇને ગૌ વંશની આસપાસ ફરી રહ્યાં હતા અને ગૌ વંશની તસ્કરી કરવા પ્રયત્નો કરતા હતા. બાદમાં એક ગાય તેમના સિકંજામાં આવી ગઇ હતી અને આ ઇસમો એ ગાયને સ્કોર્પિયો કારમાં ઉઠાવીને જતા રહ્યાં હતા. 1 ફેબ્રુઆરીની રાત્રે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે સીસીટીવીના આધારે ગૌ વંશની તસ્કરી કરનારા ઇસમોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતરમાં પારનેરામાં ગૌતસ્કરોએ હોમગાર્ડને કચડવાનો પ્રયાસ કર્યો હતો
પારનેરા ગામે 27 ફેબ્રુઆરીએ મોડી રાત્રે એક સફેદ કલરનો પીકઅપ વાહન પશુ ભરીને પસાર થઇ રહ્યો હતો. રૂરલ પોલીસ ગામમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પીક અપ વાહનના ચાલકે પૂર ઝડપે બેફામ ગતિએ પીકઅપ હંકારી ભાગવા જતાં પોલીસ ટીમના એક હોમગાર્ડ જવાને તેને રોકવાની કોશિશ કરી હતી,પરંતું પીકઅપ ચાલકે તેના પર ગાડી મારી કચડવાનો પ્રયાસ કરતાં જવાન તાત્કાલિક સામેથી હટી જતાં માંડ બચી જવા પામ્યો હતો.જેના સીસીટીવી ફુટેજનો વિડીયો વાયરલ થતાં ગામમાં ચકચાર મચી હતી.બેફામ બનેલા ગૌ તસ્કરોએ વલસાડના અબ્રામામાં પણ પોલીસથી બચવા ભાગવાના કિસ્સા બન્યા હોય પારનેરામાં પણ આ પ્રકારનો બનાવ બનતા ગૌ તસ્કરો સામે કડક કાર્યવાહી કરવા ગ્રામજનોમાં ચર્ચા ચાલી હતી.જો પોલીસ સૂત્રોમાં ચાલતી ચર્ચા મુજબ પીકઅપમાં પશુ નહિ પણ અન્ય સામાન ભરેલો હોવાનું જણાતાં આ અંગે વધુ તપાસ હાથ ધરાઇ છે. જોકે પોલીસ સૂત્રોમાં ચાલતી ચર્ચા મુજબ પીકઅપમાં પશુ નહીં પણ અન્ય સામાન ભરેલો હોવાનું જણાતાં આ અંગે વધુ તપાસ હાથ ધરાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો