તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજી:લેન્ડ ગ્રેબીંગના આરોપીની કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

વેરાવળ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ સરકારી જમીન પર 17 દુકાનો બનાવી ભાડે આપી તથા વેંચી મારી

ગીર-સોમનાથ જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગ અધિનીયમ હેઠળ નોંધાયેલ પ્રથમ ગુનાના આરોપીની સેસન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ કરવામાં આવેલ છે.

આ કેસની વિગતો આપતા જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, વેરાવળ તાલુકાના બાદલપરા ગામે સ.નં.21ની હે.2-03-36 ચો.મી. સરકારી પડતર જમીન પર આશરે 4 વર્ષ પહેલા વાણીજ્ય વપરાશ માટે 17 દુકાનો તથા 1 સવિર્સ સ્ટેશનનું બાંધકામ કર્યું હતું. અને ભાડે આપી ભાડાની રકમ મેળવી ગુજરાત જમીન પચાવી પાડવાના પર વિધયક 2020 મુજબ ગુનો કર્યા હતો. આ કેસના આરોપી મીયાત પુંજાભાઇ કછોટએ આગોતરા જામીન મેળવવા માટે વેરાવળની કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી વકીલ કેતનસિંહ વાળાએ કરતાં જણાવ્યું હતું કે સરકારી જમીન પર બનાવેલી દુકાનો ભાડે આપી વર્ષોથી આવક મેળવતો હતો. તેમજ દુકાનદારોને બનાવની તપાસમાં અડચણરૂપ થતો હતો. આવા આરોપીને આગોતરા જામીન ન આપવા જોઇએ તેવી દલીલોના આધારે જજ બી.એલ.ચોથાણીએ આરોપી મીયાત કછોટની આગોતરા જામીન અરજી ફગાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...