તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:વેરાવળના મેઘપુર ગામે રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજોઠા-મેઘપુરના રસ્તાના કામને લઇ ગામલોકોનું આવેદન

વેરાવળ તાલુકાના આજોઠા-મેઘપુર ગામને જોડતા રસ્તાનું કામ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ શરૂ કરાયું છે. પણ તેમાં ગેરરિતી જોવા મળતાં ગામલોકોએ આવેદનપત્ર આપ્યું હતું. આજોઠા-મેઘપુરને જોડતા રસ્તાના કામમાં લોટ, પાણી અને લાકડાં જેવી સ્થિતી જોવા મળતાં ગામલોકોએ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીને વાત કરી હતી. પણ અધિકારી દ્વારા ગ્રામજનોને ઉદ્ધતાઈભર્યા જવાબ મળ્યા હતા. આથી ગ્રામજનોએ સ્થળ સ્થિતિના ફોટોગ્રાફ અને વીડિયો શુટીંગ કર્યા હતા.

આથી ગામલોકોએ મિટીંગ યોજી આ રીતે કામ ન કરવા અને પ્લાન એસ્ટીમેટ મુજબ કામ કરવા જણાવતાં સ્થાનિક અધિકારી દ્વારા રસ્તાનું કામ બંધ કરાવવામાં આવ્યું છે. અને ફરી શરૂ કર્યું નથી. આથી ગ્રામજનોએ ગિર સોમનાથ જિલ્લા કલેક્ટરને આવેદન આપી રસ્તાનું કામ પ્લાન અને એસ્ટીમેન્ટ મુજબ પૂરું થાય એવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...