તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:માછીમારોને નુકસાનીના સર્વેની અધૂરી કાર્યવાહી સુધારો

વેરાવળ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરમાં કેબિનેટ મંત્રી સમક્ષ માછીમાર આગેવાનનો દ્વારા રજૂઆત કરવામાં આવી

વાવાઝોડામાં માછીમારોને થયેલા નુકસાનીના સર્વેમાં અધૂરી કાર્યવાહી સુધારવા માછીમાર અગ્રણીઓની એક બેઠક રાજ્યના કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા સાથે ગાંધીનગરમાં યોજાઇ હતી.આ બેઠકમાં રાજ્યના મત્સ્યોદ્યોગ સચિવ નલિનભાઇ ઉપાધ્યાય, ફીશરીઝ કમીશ્નર દેસાઇ, ભાજપ બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ વેલજીભાઇ મસાણી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં જાફરાબાદ બંદરમાં નુકસાનની વિગતવાર રજૂઆત કનૈયાલાલ સોલંકી, હમીરભાઇ દ્વારા કરાઇ હતી. સૈયદ રાજપરા અને સીમરના અગ્રણી ભીખાભાઇ, નિલેશભાઇ, પ્રકાશભાઇ દ્વારા કરાઇ હતી. નવા બંદરની રજૂઆત ત્યાંના અગ્રણી અશોકભાઇ દ્વારા કરાઇ હતી.

જેઓના પ્રતિભાવમાં કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચવડાએ માછીમારોને થયેલા નુકસાન બાબતે સકારાત્મક વલણ દર્શાવીને જણાવ્યું હતું કે, આ વખતે વાવાઝોડામાં થયેલા નુકસાન બાબતે સરકાર ખુબ જ માયાળુ વલણ અપનાવી માછીમારોને રોજગારી આપી ફરીથી પગભર કરવા માટે ઐતિહાસીક નિર્ણય લેવા જઇ રહી છે. આ બેઠકમાં ઉપસ્થિત અખીલ ભારતિય ફીશરમેન એસો. ગુજરાત પ્રાંતના અધ્યક્ષ તુલસીભાઇ ગોહેલે રજૂઆત કરી હતી કે, આ વાવાઝોડાથી રાજ્યના માછીમારોની આશરે 1 હજાર જેટલી ફીશીંગ બોટોમાં નુકસાન થયું છે.

જેમાં 100 જેટલી ફિશીંગ બોટો સંપૂર્ણ નુકસાન પામી છે. જેની અંદાજિત કિંમત રૂ. 40 કરોડ થવા જાય છે. જ્યારે અન્ય 900 બોટોમાં પણ નુકસાની છે. જેનું અંદાજિત નુકસાન રૂ. 10 કરોડ મળી કુલ રૂ. 50 કરોડનું નુકસાન થયું છે. આ નુકસાનીનું ગુજરાતના માછીમારોને નુકસાનીનું વળતર હેલીતકે મળવું જોઇએ એવી માંગ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...