તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:વેરાવળ શહેરમાં કોરોનાનો કહેર, અંતિમવિધી માટે 2 કલાકનું વેઇટિંગ

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 14 દિવસ સ્વયંભૂ લોકડાઉન, 4 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે

વેરાવળમાં કોરોનાએ કહેર મચાવ્યો છે અને હોસ્પિલમાં બેડ ખૂટી પડ્યાં છે. તેમજ વેન્ટિલેટર ની પણ અછત જોવા મળી રહી છે.આ અંગે દિવ્યભાસ્કરની ટીમે સ્મશાન ખાતે રિયાલિટી ચેક કર્યું હતું જેમાં ગત રવિવારે 5,સોમવારે 4,મંગળવારે 4,બુધવારે 11,ગુરૂવારે 8 અને શુક્રવારે 10 વાગ્યા સુધીમાં 3 કુલ 35 કોરોના ગ્રસ્ત મૃતક દર્દીઓના અંતિમ સંસ્કાર થયા હોવાનું જાણવા મળ્યું છે.આમ સરેરાશ મૃત્યુ આંક 7 થી 8 થયો છે.અને મૃતક સ્વજનોની અંતિમ વિધિ માટે 1 થી 2 કલાક રાહ જોવી પડી રહી છે.

આ ઉપરાંત પાલિકા પ્રમુખ,એસો.ના હોદેદારો વચ્ચે બેઠક મળી હતી જેમાં સ્વૈચ્છીક લોકડાઉન માટે બેઠક મળી હતી પણ પ્રતિસાદ મળ્યો ન હતો.તેમજ કલેકટર કચેરી ખાતે બેઠક મળી હતી જેમાં 14 દિવસ સુધી 4 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો