તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોને સમર્થન:ગીર-સોમનાથ અને જુનાગઢમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કૃષિ સંબંઘિત ત્રણેય કાયદા પરત ખેંચવા માગ કરી

વેરાવળ5 મહિનો પહેલા
ગીર-સોમનાથ જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા - Divya Bhaskar
ગીર-સોમનાથ જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા
 • ગીર સોમનાથ અને જુનાગઢ કલેકટરોને જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્‍યા

કેન્‍દ્ર સરકારે કૃષિ સંબંઘિત ત્રણ કાળા કાયદા ઘડયા હોય જે પરત ખેચવા દિલ્‍હી ખાતે ખેડુતો આંદોલન ચલાવી રહ્યા છે. જેના સમર્થનમાં આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતએ જિલ્લા કલેક્ટર મારફત રાષ્‍ટ્રપતિને સંબોઘીને આવેદનપત્ર પાઠવ્‍યું છે. કોંગી આગેવાનોએ કૃષિના ત્રણેય કાળા કાયદા સત્‍વરે પરત ખેચવાની માંગણી કરી હતી.

કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આવદેનપત્ર પાઠવ્યું
ગીર સોમનાથ જિલ્લા કોગ્રેસ સમિતના અઘ્‍યક્ષ મનસુખભાઇ ગોહેલની આગેવાનીમાં ઘારાસભ્‍ય પુંજાભાઇ વંશ, પ્રદેશ મંત્રી હિરાભાઇ જોટવા, રૂડાભાઇ શિંગોડ, દિનેશ રાયઠઠા, હિરેન બામરોટીયા, દેવીબેન ગોહેલ, સંગીતા ચાંડપા સહિતના આગેવાનો અને કાર્યકરોએ વેરાવળ ખાતે જિલ્લા સેવા સદન બહાર સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતુ. જ્યારે જુનાગઢ જિલ્લા કોંગ્રસ સમિતના પ્રમુખ નટુવરલાલ પોકીયાના આગેવાનીમાં ઘારાસભ્‍ય હર્ષદ રીબડીયા, મહામંત્રી વી.ટી.વસાવડા સહિતના આગેવાનો અને કાર્યકરોએ જુનાગઢ જિલ્લા સેવા સદન ખાતે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ષડયંત્ર
આવેદનપત્રમાં જણાવ્યું છેકે, મોદી સરકારે કૃષિ સંબંઘિત ત્રણ કાળા કાયદા ઘડીને દેશના 62 કરોડ અન્‍નદાતા (ખેડુતો)ને મુઠીભર મુડીપતિઓના હાથમાં ગિરવે મુકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ષડયંત્ર રચ્‍યુ છે. મોદી સરકારે પ્રસ્‍થાપીત સંસદીય પ્રણાલીનો ભંગ કરીને મૌખિક મતદાન દ્વારા ઉતાવળે ચર્ચા કર્યા વગર કૃષિ સંબંઘિત ત્રણ કાળા કાયદાઓ પસાર કર્યો છે. જે તત્‍કાળ અસરથી પરત ખેંચી રદ કરવા માંગણી છે.

ખેડૂતોના સમર્થનમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
ખેડૂતોના સમર્થનમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

ખેડુતોના વિરોધ પ્રદર્શનને અમારું સમર્થન
આજે દેશભરમાં 62 કરોડ કિસાનો, મજુરો અને 250 થી વઘુ કિસાન સંગઠનો કાળા કાયદાના રૂપમાં આવેલા (1) કૃષિ ઉપજ વ્‍યાપાર અને વાણીજય વિઘેયક 2020, (2) કિસાન કિંમત બાંહેઘરી અને કૃષિ સેવા કરાર વિઘેયક 2020, (3) આવશ્‍યક ચીજવસ્‍તુઓ વિઘેયક 2020 નો ચોમેરથી વિરોદ કરી રહયા છે. ખેડુતો મહામારીની આડમાં ખેડુતોની આપતિઓને મુઠીભર મુડીપતિઓ માટે અવસરમાં પલટી નાંખવાની મોદી સરકારીની ઘૃણાસ્‍પદ સાજીશને ખેડુતો કયારેય ભુલશે નહીં. આજે જયારે દિલ્‍હીની સીમાઓએ હજારો ખેડુતો એકઠા થઇ કેન્‍દ્ર સરકાર સામે વિરોઘ પ્રદર્શન કરી રહ્યા છે. જેનો અમારૂ સમર્થન છે.

આવેદન પત્ર આપી કૃષિ સંબંઘિત ત્રણેય કાયદાઓ સત્‍વરે પરત ખેંચવાની માગણી કરી
આવેદન પત્ર આપી કૃષિ સંબંઘિત ત્રણેય કાયદાઓ સત્‍વરે પરત ખેંચવાની માગણી કરી

કૃષિ સંબંઘિત ત્રણેય કાયદાઓ સત્‍વરે પરત ખેંચવાની માંગણી કરી
આ વિરોઘ પ્રદર્શનમાં ખેડુતો પર વોટર કેનન ચલાવવું કે બેરીકેડ આડા મુકી ખેડુતોને અટકાવવાની કામગીરી ભાજપના અત્‍યાચારી પગલા અંગ્રજોના શાસનને પણ શરમાવે તેવા છે. ભાજપ સરકાર ખેડુત વિરોઘી હોવાનો બોલતો પુરાવો છે. હરિયાણામાં તો ભાજપની સરકારે ખેડુતો સામે રાયોટિંગ અને હત્‍યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ દાખલ કર્યા છે. ભાજપએ ખેડુતોના સંગઠનમાં ભેદભાવ પેદા કરી તોડવાનો નિરર્થક પ્રસાયો કર્યો જે નિંદનીય છે. આ સહિત નવેક મુદાઓ દર્શાવતુ વિસ્‍તૃત રજુઆત આવેદન પત્રમાં ટાંકી કૃષિ સંબંઘિત ત્રણેય કાયદાઓ સત્‍વરે પરત ખેંચવાની માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો