તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોટું સર્ટિફિકેટ:તાલાલાના વડલા ગામે જામીન મેળવવા પત્નીની પ્રેગ્નેન્સીનું ખોટું સર્ટી રજૂ કર્યું, પતિ-પત્ની અને નર્સ સામે ફરિયાદ

તાલાલા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અરજદારે જામીન માટે રજૂ કરેલા સર્ટિફિકેટની ખરાઈ કરવા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી

ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાબાના વાડલા ગામે રહેતો શખ્સ ખૂન કેસમાં જેલમાં હોય જેમાં વચગાળાના જામીન મેળવવા કોર્ટમાં તેની પત્નીને એક્ટોપિક પ્રેગ્નન્સી હોવાનું તબીબી સર્ટી ખોટું રજૂ કરતા પોલીસે પતિ-પત્ની તથા હોસ્પિટલમાં અગાઉ કામ કરતી સિસ્ટર સહિત ત્રણ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જામીન માટે પત્નીની પ્રેગ્નેન્સીના સર્ટિફિકેટ રજૂ કર્યા હતા
આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તાલાલાના વાડલા ગામે રહેતો નૈષધ ઉર્ફે લાલો કરશન મુજપરા પટેલ ખૂનના ગુન્હામાં જેલમાં હોય અને દિન ૩૦ના વચગાળાના જામીન મેળવવા માટે વેરાવળ સેસન્સ કોર્ટમાં વકીલ સવાણી મારફત ઇલેકટ્રોનીકસ માધ્યમથી અરજી કોર્ટમાં સબમીટ કર્યા હતા. જેની સુનાવણી 5 નવેમ્બરના રોજ થતા વકીલે અરજદારની પત્નીની સારવાર અને વ્યવસ્થા માટે હાજર રહેવું જરૂરી હોવાનું કારણ અરજીમાં જણાવ્યું હતું. આ અંગે અરજદાર નૈષધની પત્ની હીનાબેન એક્ટોપિક પ્રેગ્નન્સી હોવાનું પ્રમાણપત્ર આશા મેટરનીટી એન્ડ ચીલ્ડ્રન હોસ્પિટલનું રજૂ કર્યું હતું અને આ પ્રમાણપત્ર-સર્ટીફીકેટની ખરાઇ કરવા પોલીસ હોસ્પિટલમાં જતા સમગ્ર હકીકત બહાર આવેલ હતી.

કોર્ટમાં રજૂ કરેલા સર્ટી ખોટા હોવાનું બહાર આવ્યું
કોર્ટમાં રજૂ કરેલા સર્ટી ખોટું હોવાનું બહાર આવતા પોલીસે પતિ નૈષધ ઉર્ફે લાલો કરશન મુજપરા તથા તેની પત્ની હીનાબેન નૈષધ અને હોસ્પિટલમાં અગાઉ સીસ્ટર તરીકે કામ કરતી નજમાબેન ઉર્ફે નાજીયા સરફરાજ બેલીમ રહે.વેરાવળ વાળાની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સર્ટી ખોટું હોવાનું જાણવા છતાં ખરા તરીકેનો ઉપયોગ કરવાના ઇરાદે કોર્ટમાં ન્યાયિક પ્રક્રિયામાં ખોટો પુરાવો રજૂ કર્યા હોવાથી આ ત્રણેય સામે પોલીસે આઇ.પી.સી. કલમ 465, 467, 468, 471, 120 બી મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ પી.આઇ. ડી.ડી.પરમારે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો