ચેકીંગ:પ્ર.પાટણ બાયપાસ, સોમનાથ મંદિર રોડ ઉપર સીઓ ચેકીંગ

વેરાવળ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 મહિનામાં અડધા કરોડથી વધુનો દંડ ફટકારાયો

પ્ર.પાટણનાં પીઆઈ એમ.એમ.આહીરની સૂચનાથી સ્ટાફે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમુક વાહનોને ડીટેઈન પણ કરાયા હતા. સીઓ ચેકીંગ દરમિયાન છેલ્લા 12 માસમાં એનસી કેસ 1257, ડીટેઈન 464 અને આરટીઓના દંડની વાત કરીએ તો 14 લાખથી વધુનો દંડ વસૂલાયો છે.

આ ઉપરાંત માસ્ક ન પહેરનાર 2286 લોકો પણ દંડાયા હતા. કુલ રૂ.42 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સીઓ ચેકીંગ અને ટ્રાફિક પોલીસનાં પીએસઆઈ ભાલીયા, સલીમભાઈ, દેવજીભાઈ, પ્રવિણભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો. આ ઉપરાંત સોમનાથ મંદિરે આવતા યાત્રિકોને માસ્ક પહેરવા અપીલ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...