સહયોગ:મધમાખી ઉછેર તાલીમનાં 50 તાલીમાર્થીઓને સર્ટી એનાયત

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થા દ્વારા 100 કેવીકેને આર્થિક સહયોગ આપવામાં આવે છે

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન અને રાષ્ટ્રીય મધમાખી બોર્ડનાં સહયોગથી ગીર સોમનાથ જિલ્લાના મધમાખી પાલનમાં રસ ધરાવતા 50 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને 7 દિવસીય વૈજ્ઞાનિક મધમાખી ઉછેરની તાલીમ આપવામાં આવી હતી. તાલીમના તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્ર્મ કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજવામાં આવ્યો હતો.

જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા જીતેન્દ્રસિંહઅે જણાવ્યું હતું કે, આ તાલીમ લેવાથી ખેડૂતોની આવકમાં ચોકકસ વધારો થશે. નવી દીલ્હી દ્રારા આખા દેશમા ૭૨૧ કેવીકે છે, તેમાંથી ૧૦૦ કેવીકેને આ પ્રકારની તાલીમ કરવા માટે આર્થિક સહયોગ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં બાગાયત અધિકારી પ્રીતિબેન ગોહિલ,રમેશભાઈ રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...