તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સત્તાનો જંગ:આજથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો ફોર્મ ભરશે

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગીર-સોમનાથ જિલ્લામાં જિ.પં. 28 બેઠક, 6 તા.પં.ની 128 બેઠક તેમજ ન.પા.ના 33 વોર્ડમાં ચૂંટણી યોજાશે

સોરઠમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીનો હાલ ફિવર છવાયેલો છે. ત્યારે ઉમેદવારોમાં પોતાના ફોર્મ ભરવા માટે ખેંચતાણ ચાલી રહી છે. આજે ગિર-સોમનાથ જિલ્લામાં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલીકાની ચુંટણીના ફોમ ભરવાનું શરૂ કરાશે. જેમાં જિલ્લા પંચાયતની 28 બેઠકો, 6 તાલુકા પંચાયતની 128 બેઠકો તેમજ ચીર નગરપાલિકાના 33 વોર્ડ માટેની ચુંટણી યોજાશે. જિલ્લાના 7,00,127 મતદારો 816 મતદાન મંથકો પર વોટ કરી સરકાર બનાવશે.

ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતની 28 બેઠકો અને 6 તાલુકા પંચાયતની 128 બેઠકો તેમજ ચાર નગરપાલિકાના 33 વોર્ડની ચુંટણી માટેની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આવતીકાલે થી ઉમેદવારી પત્રક ભરવાનું શરૂ થઈ રહ્યુ છે. જેમાં જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 816 મતદાન મથકોમાં કુલ 7,00,127 મતદારો જેમાં પુરૂષ મતદારો 3,60,515 તેમજ મહિલા મતદારો 3,39,609 છે. જ્યારે 5 નગરપાલિકામાં 2,25,757 મતદારો નોંધાયેલ છે. તેમા પુરૂષ મતદારો 1,15,157 અને મહિલા મતદારો 1.10.599 છે. અને ત્રીજી જાતિનો 1 વેરાવળ તાલુકામાં જિલ્લા પંચાયતની 5 બેઠક જ્યારે તાલુકા પંચાયતની 22 બેઠક છે. જેના મતદાન મથક 128 છે. જેમા પુરુષ 58,104, સ્ત્રી 55,626 મળી કુલ 1,13,730 મતદારો નોંધાયેલા છે.

તાલાળા તાલુકામાં જિલ્લા પંચાયતની 3 બેઠક જ્યારે તાલુકા પંચાયતની 18 બેઠક છે. જેના મતદાન મથક 106 છે. જેમાં પુરુષ 46,194, સ્ત્રી 42,703 ત્રીજી જાતિ મળી કુલ 88,899 મતદારો નોંધાયેલા છે. સુત્રાપાડા તાલુકામાં જિલ્લા પંચાયતની 4 બેઠક જ્યારે તાલુકા પંચાયતની 18 બેઠક છે. જેના મતદાન મથક 106 છે. જેમાં પુરુષ 48,103, સ્ત્રી 45,974 મળી કુલ 94,077 મતદારો નોંધાયેલા છે. ઊના તાલુકામાં જિલ્લા પંચાયતની 7 બેઠક જ્યારે તાલુકા પંચાયતની 26 બેઠક છે. જેના મતદાન મથક 175 છે. જેમાં પુરુષ 82,522, સ્ત્રી 77,629 મળી કુલ 1,60,151 મતદારો નોંધાયેલા છે.

કોડીનાર તાલુકામાં જિલ્લા પંચાયતની 5 બેઠક જ્યારે તાલુકા પંચાયતની 24 બેઠક છે. જેના મતદાન મથક 173 છે. જેમા પુરુષ 71,882, સ્ત્રી 68,384 મળી કુલ 1,40,266 મતદારો નોંધાયેલા છે. ગીરગઢડા તાલુકામાં જિલ્લા પંચાયતની 4 બેઠક જ્યારે તાલુકા પંચાયતની 20 બેઠક છે. જેના મતદાન મથક 128 છે. જેમા પુરુષ 53,710, સ્ત્રી 49,293 ત્રીજી જાતિ ૧ મળી કુલ 1,03,004 મતદારો નોંધાયેલા છે. દરમિયાન જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે બ્યુગલ વાગી ચૂક્યું છે.

જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 158 બેઠકો માટે 8 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવશે. જિલ્લા અને તાલુકા પંચાયતની કુલ 188 બેઠકોમાં 4,09,583 પુરૂષો અને 3,75,050 સ્ત્રીઓ મળી કુલ 7,84,634 મતદારો મતદાન કરશે. 28 ફેબ્રુઆરીએ મતદાન થશે, પુન: મતદાનની શક્યતા જણાય તો 1 માર્ચે થશે અને 2 માર્ચે મતગણત્રી કરાશે. જ્યારે 5 માર્ચે ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો