તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેતાઓ માટે નિયમ નહીં:વેરાવળ પાલિકાની સભામાં ભાજપના નગરસેવક ચાલુ બેઠકમાં પાન ખાતા કેમેરામાં કેદ, અન્ય એક માસ્ક વગર નજરે પડ્યા

વેરાવળ4 મહિનો પહેલા
વ્યવસાય વેરા શાખાના ચેરમેન વિનુ રામચંદાણી પાન ખાતા જોવા મળ્યા હતા - Divya Bhaskar
વ્યવસાય વેરા શાખાના ચેરમેન વિનુ રામચંદાણી પાન ખાતા જોવા મળ્યા હતા
 • ભાજપ શાસક પક્ષના નેતા રમેશ ભટ્ટ માસ્ક વગર જોવા મળ્યા

વેરાવળ પાલિકાની અંતિમ બેઠકમાં હાજર મોટાભાગના નગરસેવકો અને કર્મચારીઓએ કોવિડના નિયમોનું પાલન કર્યુ હતુ પરંતુ ભાજપના જ બે નગરસેવકોએ કોવિડની ગાઈડ લાઈનના નિયમોનો ઉલાળીયો કરતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં ભાજપ શાસક પક્ષના નેતા રમેશ ભટ્ટ અને વ્યવસાય વેરા શાખાના ચેરમેન વિનુ રામચંદાણી માસ્ક વગર નજરે પડતા હતા. તો વિનુ રામચંદાણી તો ચાલુ બોર્ડમાં પાન ખાતા કેમેરામાં કેદ થયા હતા.

નગરસેવક માસ્ક વગર જોવા મળ્યા
નગરસેવક માસ્ક વગર જોવા મળ્યા

બન્ને પક્ષના કુલ 12 સભ્યો ગેરહાજર રહ્યા
વેરાવળ-પાટણ નગરપાલિકાની વર્તમાન બોડીની અંતિમ સાઘારણ સભાની બેઠક પ્રમુખ મંજુલાબેન સુયાણીના અઘ્‍યક્ષસ્‍થાને કોવિડની ગાઇડલાઇનને ઘ્‍યાને રાખી પાલિકાના સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષના મેદાનમાં મળી હતી. જેમાં ભાજપ -કોગ્રેસના મળી કુલ 31 સભ્‍યો હાજર રહેલ જયારે 12 ગેરહાજર રહ્યા હતા. આ બેઠકમાં વિવિઘ વિકાસ કામો અને ખર્ચાઓના એજન્‍ડાના 28 અને અઘ્‍યક્ષ સ્‍થાનેથી 14 મળી કુલ 42 ઠરાવો રજુ થયા હતા. જે પૈકીના બેએક ઠરાવોમાં કોંગ્રેસના સભ્‍યએ વિરોઘ દર્શાવેલ જયારે બાકીના તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર કરાયા હતા.

ગંગાનગર ચોકડીને ગુરૂનાનક ચોકનું નામાકરણ કરવા રજૂઆત કરાઈ
ગંગાનગર ચોકડીને ગુરૂનાનક ચોકનું નામાકરણ કરવા રજૂઆત કરાઈ

બેઠકમાં 42 ઠરાવો રજૂ કરવામાં આવ્યા
આ બેઠકમાં રજુ થયેલા 42 ઠરાવોમાં આગામી પાલિકાની ચુંટણીમાં થનાર અંદાજીત રૂ.40 લાખના ખર્ચને મંજુર કરાયો હતો. મકાન વેરામાં દંડની રકમ પર વસુલાતી 18 ટકા પેનલ્‍ટી ઘટાડી 12 ટકા કરાઇ હતી. જો કોઇ આસામી દર વર્ષે 31 ઓકટોમ્‍બર પહેલા મકાન વેરો ભરશો તો તેને 10 ટકા રીબેટ આપવાની જાહેરાત કરાઇ હતી. સ્‍મશાન ગૃહમાં રૂ.55 લાખના ખર્ચે નવી ઇલેકટ્રીક ભઠી બનાવવાનું મંજુર કરાયુ હતુ. શહેરમાં ગંગાનગર ચોકડીને ગુરૂનાનક ચોકનું નામાકરણ કરવાની નગરસેવક સવિતાબેન શર્માએ રજુઆત કરી જેને સર્વાનુમતે ગ્રાહ્ય રાખી હતી.

આઉટસોર્સથી ભરતી કરવાના ઠરાવનો કોંગ્રેસે વિરોધ કર્યો
પાલિકાના કોમ્‍યુનીટી હોલનું ભાડુ રૂ.8 હજાર કરાયુ હોય જેનો નગરસેવક પ્રહલાદભાઇ શામળાએ વિરોઘ કરી નાના-મઘ્‍યમ વર્ગને આ ભાડુ ન પોષાય ઘટાડો કરવા ઉગ્ર રજુઆત કરી હતી. જેથી હોલનું ભાડુ ઘટાડી રૂ.5 હજાર (24 કલાક) કર્યાનું જાહેર કરાયુ હતુ. જયારે નાણાપંચની ગ્રાંટમાંથી શહેરમાં બાકડા નાંખવાના કામનો અને પાલિકામાં આઉટસોર્સથી ભરતી કરવાના ઠરાવનો કોંગી સભ્‍યએ વિરોઘ દર્શાવી નિયમોનુસાર ભરતી કરવા જણાવ્‍યુ હતુ.

સાધારણ સભામાં ભાજપ દ્વારા વિકાસના કામોની વાત કરી
સાધારણ સભામાં ભાજપ દ્વારા વિકાસના કામોની વાત કરી

અંતિમ બેઠકમાં વિકાસની વાતો કરવામાં આવી
વર્તમાન બોડીની અંતિમ બેઠકમાં પ્રમુખ મંજુલાબેન સુયાણી, પૂર્વપ્રમુખ જગદીશભાઇ ફોફંડીએ ઉદબોઘનમાં જણાવ્યું હતું કે, શાસક અને વિપક્ષ કોંગીના નગરસેવકોના તથા પાલિકાના તમામ વિભાગના અઘિકારીઓના સાથ-સહકારથી જોડીયા શહેરમાં વિકાસના નવા કિર્તીમાન સ્‍થાપવાની સાથે પ્રજાના પ્રશ્નો હલ કરવા સફળતા મેળવી છે. શહેરમાં એકાંતરે પાણી વિતરણ કરવાનું તથા સૌરાષ્‍ટ્રનું પ્રથમ અઘતન સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ બનાવી કાર્યરત કરાયાનું તથા રાત્રી ખાણી-પીણી બજાર બનાવવાના કામની શરૂઆત કર્યાનું લક્ષ્‍ય પુર્ણ કર્યુ છે.

વેરાવળ-પાટણ પાલિકાની અંતિમ સાધારણ સભા મળી હતી
વેરાવળ-પાટણ પાલિકાની અંતિમ સાધારણ સભા મળી હતી

છેલ્‍લા ત્રણ વર્ષમાં 19 કરોડ જેવી વેરાની રકમ વસુલાત
બે માળના એસી કોમ્‍યુનીટી હોલ બનાવવાનું કામ શરૂ કરાવ્‍યુ છે. તો રૂ.13 કરોડના ખર્ચે ઓડીટોરીયમ બનાવવાનું આયોજન કરી મંજુર કરાયુ છે. નવા ચાર ગાર્ડનની બનાવવાની કામગીરી ચાલી રહી છે. 1 હજાર લોકોને બાંઘકામની ઓનલાઇન પરવાનગી આપી છે. રૂ.48 કરોડના ખર્ચે અનેક મુખ્‍ય સોસાયટીઓના રસ્‍તાઓ ડામર, સીસી અને પેવર બ્‍લોગથી બનાવવામાં આવ્‍યા છે. નવા ઓજી વિસ્‍તારોમાં રૂ.40 લાખના ખર્ચે નવી પાણીની લાઇનનું નેટવર્ક ઉભુ કરાયુ છે. શહેરમાં 13 નવા હાઇમાસ્‍ટ લાઇટ ટાવર ઉભા કરવાનું આયોજન જેમાં 4 કાર્યરત થયા બાકીનાનું કામ ચાલુ છે. છેલ્‍લા ત્રણ વર્ષમાં 19 કરોડ જેવી વેરાની રકમ વસુલાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો