તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમુહલગ્ન:વેરાવળમાં ભાલકેશ્વર ગૃપે કોઇ ફંડફાળો કર્યા વિના 25 જરૂરિયાતમંદ દિકરીને પરણાવી

વેરાવળ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળમાં ભાલકેશ્વર ગૃપે દર 100 ફૂટના અંતરે એક માંડવો રોપી સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે સર્વસમાજના સમુહલગ્ન યોજ્યા
  • દરેક નવવધૂને 5100 ની ફિક્સ ડિપોઝીટ આપી, કુંવરબાઇનું મામેરૂં યોજનાના લાભની પ્રક્રિયા કરી આપી

વેરાવળના ભાલકેશ્વર ગૃપ દ્વારા જરૂરિયાતમંદ હોય એવા પરિવારની 25 દિકરીઓના કોઇપણ જાતનો ફંડફાળો ઉઘરાવ્યા વિના લગ્ન કરાવી આપ્યા હતા. લગ્નમાં નવદંપત્તિ પૈકી કોઇના પક્ષે એક રૂપિયાનોય ખર્ચ કરવાનો નહોતો. ઉપરથી દરેક નવવધૂને ગૃપ દ્વારા 5100 રૂપિયાની ફીક્સ ડિપોઝિટ અને કુંવરબાઇનું મામેરું યોજનાની પ્રક્રિયા સામુહિક રીતે હાથ ધરાઇ હતી.

વેરાવળના ભાલકા વિસ્તારના ભગવાનભાઇ સોલંકી અને તેમના પત્ની હંસાબેને પોતાના રિસોર્ટમાં એક નવા પ્રકારનો લગ્ન સમારોહ યોજ્યો. જેમાં કોઇપણ સમાજની જરૂરિયાતમંદ દિકરીના એક રૂપિયોય લીધા વિના લગ્ન કરાવ્યા. તા. 4 અને 6 જુને આ સમારોહ યોજ્યો. જેમાં તેમના ભાલકેશ્વર ગૃપના બેનર હેઠળ કુલ 25 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા. સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા દરેક નવયુગલનો માંડવો 100-100 ફૂટના અંતરે રાખવામાં આવ્યો હતો. પોતાના નવા ઘરમાં પ્રવેશ પ્રસંગે આ દંપતીએ કોઇ સગાંવ્હાલાં કે પરિવારને ભોજન કરાવવાને બદલે આ પ્રકારની પહેલ કરી હતી. તમામ માટે માસ્ક ફરજિયાત હતું. જાનૈયા અને કન્યાપક્ષના લોકો માટે ભોજન અને ઉતારાની વ્યવસ્થા, સંગીત સંધ્યા સહિતની તમામ વ્યવસ્થાઓ કોઇપણ જાતના ફંડફાળા વિના કરાઇ હતી. જેમાં સવાર થી ચા-પાણી નાસ્તો, બપોરે અને સાંજે જમવાની વ્યવસ્થા પણ કરાઇ હતી. દરેક નવવધૂને 46 વસ્તુઓનું કરિયાવર ભગવાનભાઈ સોલંકીના પરિવાર, મિત્રો અને ભાલકેશ્વર મિત્ર મંડળ દ્વારા કરાયો હતો. રાજકિય અને સામાજિક આગેવાનોએ પણ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. આ તકે જે દિકરીને માતા-પિતા ન હોય એવા પરિવારની દિકરી માટે આવા સમુહલગ્ન કરી મદદરૂપ થવાનો સંદેશો આ સાથે અપાયો છે.

મા-બાપ વિનાની દિકરીઓના મા-બાપ બનવાનો લ્હાવો મળ્યો
હંસાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાની મહામારીમાં લોકોને કઈ રીતે મદદરૂપ થવું એનો વિચાર કરતી વખતે જરુરિયાતમંદ દિકરીઓના લગ્ન કરાવવાનો વિચાર આવ્યો. અને હિન્દુ સમાજની માબાપ વિનાની દિકરીઓના મા-બાપ બનીને લગ્ન કરાવવાનો લ્હાવો અમને મળ્યો.

કોરોનામાં કામ ધંધા વિનાના થયેલા પરિવારના પ્રસંગ ઉકેલાયા
ભગવાનભાઇ સોલંકીએ જણાવ્યું કે, કુરીવાજો, ખોટાખર્ચ, દેખાદેખીથી પર રહી અને જે લોકોને ખરેખર જરુરિયાત છે અને કોરોના જેવી પરિસ્થિતિમાં જે લોકો કામધંધા વગરના થયા છે. એવામાં જે માબાપને ઘેર દિકરીનો પ્રસંગ આવી ગયો છે અને તે યોજી નથી શકતા. એવા પરિવારની દિકરીઓના લગ્ન કરાવી આપીને પુણ્યનું ભાથું બાંધ્યું છે. આ સર્વ સમાજ સમુહ લગ્નમાં દરેક સમાજની દિકરીઓના એક સાથે લગ્ન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...