તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગિર સોમનાથ જિલ્લામાં એકમાત્ર મતદાર ધરાવતું બાણેજ ઊના વિધાનસભા મતક્ષેત્ર હેઠળ આવે છે. ગિર જંગલની વચ્ચોવચ આવેલા આ મતદાન મથકમાં દર વખતે ખાસ પોલીંગ બુથ ઉભું કરાય છે. અને તે દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે. છેલ્લે 2019 ની લોકસભાની ચૂંટણીમાં મહંત ભરતદાસબાપુએ મતદાન કર્યું હતું. બાદમાં એક વર્ષ પહેલાં તેમનું નિધન થતાં આ મતદાન મથક બંધ થવાની શક્યતા સેવાઇ રહી હતી. પણ હવે તેમની જગ્યાએ નવા મહંત હરીદાસજી ગુરૂ દર્શનદાસજી ઉદાસીન આવ્યા છે. તેઓએ બાણેજ બુથ નં. 3 ઉપરથી પોતાનું મતદાર તરીકે નામ નોંધાવતાં ફરી એક મતદાર માટે આ બુથ ચાલુ રહે છે. આથી આ વખતે જિલ્લા અને તાલુકા પંચાયતની સ્થાનિક ચૂંટણીમાં પણ આ બુથ ઉપર એક મત માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે.
તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી
દરમિયાન ગિર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતની 28 બેઠકો, 6 તાલુકા પંચાયતની 128 બેઠક અને 4 નગરપાલિકાના 33 વોર્ડ માટેની ચૂંટણીની જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 816 મતદાન મથકોમાં 3,50,410 પુરૂષ અને 3,27,879 મહિલા મળી કુલ 6,79,289 મતદારો છે. જ્યારે 5 નગરપાલિકામાં 1,09,935 પુરૂષ અને 1,21,389 મહિલા મળી કુલ 2,31,325 મતદાર નોંધાયા છે. ચૂંટણીની કામગીરી અંગે જિલ્લા કલેક્ટર કચેરી ઈણાજ ખાતે કલેક્ટર અજય પ્રકાશની અધ્યક્ષતામાં એક તાલીમ યોજાવામાં આવી હતી. જેમાં ઉમેદવારને ફોર્મ ભરવા માટેની પ્રકિયા, મતદાન મથકો તૈયાર કરવા, સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો નક્કી થશે.
નગર પાલિકામાં મતદાન મથક અને મતદારો
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના 11 વોર્ડમાં 130 મતદાન મથકો ઉપર કુલ 1,34,558 મતદારો છે. જેમાં 66,939 પુરૂષ અને 67619 મહિલા અને ત્રીજી જાતિના 1 મતદારનો સમાવેશ થાય છે. ઊના નગરપાલિકાના 9 વોર્ડમાં 45 મતદાન મથકો છે. અહીં કુલ 44621 મતદારો છે. જેમાં 22,991 પુરૂષ અને 21,630 મહિલાનો સમાવેશ થાય છે.
તાલુકો | જિ.પં. | તા.પં. | બુથ | પુરૂષ | મહિલા | કુલ મતદાર |
વેરાવળ | 5 | 22 | 128 | 56,663 | 54,052 | 1,10,715 |
તાલાલા | 3 | 18 | 106 | 45,198 | 41,628 | 86,826 |
સુત્રાપાડા | 4 | 18 | 106 | 46,634 | 44,420 | 91,054 |
ઊના | 7 | 26 | 175 | 79,767 | 74,715 | 1,54,482 |
કોડીનાર | 5 | 24 | 173 | 70,096 | 66,620 | 1,36,716 |
ગિરગઢડા | 4 | 20 | 128 | 52,052 | 47,444 | 99,496 |
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.