ભૂતકાળ:ભૂતકાળની ચૂંટણીઓમાં બેલેટ પેપર ખવાઇ જતા

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મતગણતરી વખતે એજન્ટોને આપવાની થતી સુચના મળી ગઇ હશે. એજન્ટે ગણતરી વખતે જે બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે એ પણ રસપ્રદ ર્હોય છે. અગાઉની ચૂંટણીઓમાં મતગણતરી વખતે બેલેટ પેપર રીતસરના ખવાઇ જતા હોવાનું જાણીતું છે. જોકે, હવે એવું કોઇ નથી કરતું. પણ અગાઉ આવી રીતે 3-4 બેલેટ પેપર અચૂકપણે ખવાઇ જ જતા. તો ક્યારેક બેચાર બેલેટ પેપર બીજાની નજર ચૂકવીને ફાડી પણ નંખાતા. આ બધી ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે.

આ ઉપરાંત ઉમેદવારે જેને પૈસા આપ્યા હોય તો એ વોર્ડની મતપેટીના ચોક્કસ સંખ્યામાં બેલેટમાંથી ચાંદલા, ટાંચણી, રબ્બર બેન્ડ, લીટો જેવી નિશાની નિકળી કે નહીં એનું ધ્યાન રાખવાનું હોય છે. આ ઉપરાંત જો કોઇ મતદારે બેલેટ પર ઉમેદવારના નિશાન પર ચોકડીવાળા સીક્કાને બદલે પોતાના અંગૂઠાનું નિશાન કરી દીધું હોય તો એ મત પણ માન્ય ગણાય. આ સિવાય જો ગામડામાં પોલીંગ સ્ટાફે ઉભી ગડી વાળીને બેલેટ પેપર આપ્યું હોય.

એ મત આપ્યા પછી લોકો આડી ગડી વાળી દે એટલે તેણે આપેલો મત નીચે બીજા ઉમેદવારના નિશાન સામે પણ આપોઆપ છપાઇ જાય. એ વખતે તે મત કેન્સલ થયેલો ગણાય. આ ઉપરાંત બેલેટ પેપર પર ઉમેદવારના નામ કે નિશાન સિવાયના કોઇ સ્થળે કોઇના શાહીવાળા આંગળા કે અંગૂઠાની સ્હેજ પણ છાપ પડી ગઇ હોય તો એ મત કેન્સલ કરાવવાની તકેદારી પણ એજન્ટે રાખવાની હોય છે.

વિવાદાસ્પદ મત ગણવા ફૂટપટ્ટી
જો કોઇએ મત આપતી વખતે જે સીક્કો માર્યો હોય એ નિશાનને બદલે જરા દૂર લાગ્યો હોય. તો તેને સાઇડમાં રાખી દેવાય છે. અને છેલ્લે રીટર્નીંગ ઓફિસર સમક્ષ જે બે નિશાનની વચ્ચે સીક્કો હોય એમાંથી જે નિશાનથી અંતર ઓછું હોય એ ફૂટપટ્ટીથી મપાય છે. અને જે નિશાનથી તેનું અંતર ઓછું હોય તેને એ મત મળ્યો ગણાય.

અન્ય સમાચારો પણ છે...