તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિમાન્ડ:પ્રતિબંધીત જીવસૃષ્ટીના વેંચાણ કરનારાના 5 દિ'ના રિમાન્ડ મંજુર

વેરાવળ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંખ, છીપ, કોરલ, ઇન્દ્રજાળ વગેરેનો જથ્થો કબ્જે કર્યો

સોમનાથ મંદીરના શોપિંગ સેન્ટરમાં સુશોભનની દુકાન ધરાવતા દુકાનદારો પ્રતિબંધીત જીવસૃષ્ટીના અવશેષોનું વેંચાણ કરતા હોવાની બાતમી ફોરેસ્ટ વિભાગે મળી હતી. જેના ગોડાઉન પર રેડ કરી આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજુ કરતા 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

ફોરેસ્ટ વિભાગને પ્રભાસ પાટણ મંદિરની પાછળ આવેલ ગોડાઉનામાં રેડ કરી સમુદ્રી જીવ સૃષ્ટિના અવશેષો તેમજ વિલુપ્તદીની કગાર પર પહોંચેલ અને પ્રતિબંધીત જીવસૃષ્ટીના અવશેષો અને મૃગયા ચિહ્નોનો તથા સંખ, છીપ, કોરલ, ઇન્દ્રજાળ વગેરેનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આર.એફ.ઓ. ગળચરએ આવી ચીજવસ્તુઓની લે-વેચ કરતા ગીરીશગીરી ભગવાનગીરી ગૌસ્વામી તથા ત્રીભોવનગીરી કરસન ગીરી મેઘનાથી તેમજ આંધ્રપ્રદેશના મુળ નિવાસી લંકેક ધર્મરાજુ વેંકટરાવની સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ અનુસાર ગુનો નોંધી ઈસમોને અટક કરી હતી. વેરાવળ કોર્ટમાં રજુ કરતાં પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...