તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરચો માંડ્યો:વેરાવળમાં 800 વૃક્ષો કાપી 8 કરોડનું ઓડિટોરિયમ બનાવવા સામે આવેદન

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના ઠરાવ સામે સ્વયંસેવી સંસ્થાએ મોરચો માંડ્યો

વેરાવળ શહેરમાં 800 વૃક્ષો હટાવીને રૂ. 8 કરોડના ખર્ચે ઓડિટોરિયમ બનાવવાનો ઠરાવ પાલિકાએ સર્વાનુમતે કર્યો છે. તેની સામે વેરાવળ આર્ટ ઓફ લીવીંગ સંસ્‍થાએ જીલ્‍લા કલેકટર સહિતનાને આવેદનપત્ર પાઠવી ઠરાવ રદ કરવા માંગણી કરી છે. તો બીજી તરફ આ મામલે પાલીકાએ જણાવ્યું છે કે, ઓડિટોરીયમ વાળી 9 હજાર ચોમી જગ્‍યા 1990 થી પાલીકાની માલિકીની છે. અને વૃક્ષોના પ્રશ્ને સરકારના માર્ગદર્શન અને નિયમોનુસાર કાર્યવાહી કરાશે.

વેરાવળ આર્ટ ઓફ લિવીંગ સંસ્‍થાએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, 10 વર્ષ અગાઉ જગ્‍યાના વિકાસ માટે પાલીકાએ સંસ્‍થાઓને આમંત્રણ આપ્યું હતું. એ વખતે આર્ટ ઓફ લીવીંગ સંસ્‍થાએ વૃક્ષો વાવવા માટે તૈયાઇ થઇ હતી. ત્‍યારથી સંસ્‍થાના સેવકોએ વન વિભાગના માર્ગદર્શન હેઠળ 800 જેટલા વૃક્ષો વાવી તેનું યોગ્‍ય જતન કરી ઉછેર્યા છે. આ સ્‍થળે યોગ-ઘ્‍યાન પ્રશિક્ષણના કોર્ષ નિયમિતપણે થાય છે. આ વૃક્ષોના ઉછેર બાદ ઉંમર આશરે 8 થી 10 વર્ષ થઇ ચૂકી છે. આ જગ્‍યા ખુબ મોટી હોવાથી તેમાં ઉછેરેલા વૃક્ષો કુદરતી રીતેજ ઓક્સિજન છોડે છે. આ ઠરાવ કાયદા અને હકિકત વિરૂદ્ધનો હોલ તે રદ થવાને પાત્ર છે. વળી આ રહેણાંક વિસ્‍તાર છે. જ્યાં તમામ ચીજવસ્‍તુઓ મળતી હોવાથી અહીં શોપીંગ કોમ્‍પલેક્ષ બનાવવાનું કોઇ કારણ ન હોવા છતાં ફક્ત રાજકિય ઇશારે આર્થીક ઉપાર્જનના હેતુથી બાંધકામ કરવાનો ઠરાવ કરાયો છે.

શું કહે છે ચીફ ઓફિસર?
તા. 7 ઓગષ્ટ 1990 ના રોજ ટીપી સ્‍કીમ નં. 1 ફાઇનલ થતા શ્રીપાલ સોસાયટીની 9 હજાર ચોમી રીઝર્વ જગ્‍યા પાલીકાની માલિકીની બની હતી. એ સમયે એ વિસ્‍તારમાં લોકોનો વસવાટ ઘણો ઓછો હોવાથી વર્ષો સુઘી આ જગ્‍યા પડતર રહી હતી. દરમ્‍યાન દસેક વર્ષ પહેલા એ વિસ્‍તાર સહિત અમુક નાગરીકોએ વૃક્ષો વાવેલ હતા. આ જમીન કોઇ સંસ્‍થા કે વ્‍યકિતને પાલીકાએ આપી નથી. એ જમીનમાં ઉછેરેલા વૃક્ષો બાબતે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. > જતીન મહેતા, ચીફ ઓફિસર, વેરાવળ

અન્ય સમાચારો પણ છે...