તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:સોમનાથમાં મુખ્ય મંદિર સિવાયના અન્ય મંદિરો સાતમ-આઠમમાં બંધ

વેરાવળએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાલકા તીર્થ, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર અને શ્રી રામ મંદિરમાં દર્શન બંધ રહેશે

સોમનાથ ટ્રસ્ટ દ્વારા જણાવાયા મુજબ, કોરોના વાયરસની મહામારીને લઇને તા. 10 થી 13 ઓગષ્ટ દરમ્યાન સાતમ આઠમના તહેવારોની રજાઓને કારણે દર્શનાર્થીઓની ભીડને ધ્યાનમાં રાખી સંક્રમણ ન ફેલાય એ માટે તકેદારીરૂપે ભાલકા તીર્થ, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી રામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. ભાલકા તીર્થના દર્શન તેમજ કૃષ્ણ જન્મ ઉત્સવના દર્શન ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબુક, ટ્વીટ્ટર અને યુ-ટ્યુબ પરથી લાઇવ દર્શન કરાવાશે. જ્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં સરકારની ગાઇડલાઇનના ચુસ્ત અમલ સાથે રાબેતા મુજબ દર્શન ચાલુ રહેશે. સોમનાથ દાદાના દર્શન માટે ટ્રસ્ટની વેબસાઇટ પરથી દર્શન સ્લોટ સમયનું બુકીંગ કરાવીને જ આવે.

અન્ય સમાચારો પણ છે...