તપાસ:કાજલી ગામ પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું

કાજલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઈક ચાલકનું ઘટના સ્થળ ઉપર જ મોત નિપજતાં પુત્રએ ફરિયાદ નોંધાવી, પોલીસે ટ્રક ચાલકને પકડવા તપાસ આદરી

વેરાવળ તાલુકાના કાજલી ગામ પાસે હાઈવે રોડ ઉપર સવારના અરસામાં એક બાઈક ચાલકને ટ્રકે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થતાં મરીન પોલીસ આગળની તપાસ હાથ ધરી હતી.

પ્રભાસ પાટણ મરીન પોલીસમાંથી જાણવાં મળતી વિગત મુજબ બાદપરા ગામના રામભાઈ વીરાભાઈ પંપાણીયા (ઉ.વ.62) હાઈવે રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. દરમ્યાન ટ્રક નં. જીજે-11-ઝેડ-8797ના ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતાં રામભાઇને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર જ મૃત્યું પામ્યા હતા. આ અંગે તેમના પુત્રને જાણ કરતા પુત્ર અજયભાઈએ ટ્રક ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે ટ્રક ચાલકને પકડી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...