ભક્તોની કતાર:પિતૃઓના મોક્ષની પ્રાપ્તી માટે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી પીપળાને પાણી રેડ્યું

કાજલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાદ્ધ પક્ષ પુર્ણ થતાં અમાસના દિવસે મોટી સંખ્યામાં લોકોએ પિતૃ કાર્ય કર્યું

પ્રભાસ પાટણમાં આવેલ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે શ્રાદ્ધ પક્ષના પખવાડિયા દરમ્યાન પિતૃઓના મોક્ષ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. લોકોએ સ્નાન કરી પીપળે પાણી રેડી પિત-તર્પણ વિધી કરી હતી. આ તકે સોમનાથના તિર્થ પૂરોહિત કમલેશ મણીશંકર પાઠક પ્રભાસ તિર્થનો મહિમા જણાવ્યો હતો. કે એક કથા અનુસાર ભગવાન સૂર્યનું તેજ તેમના પત્ની સંજ્ઞા દેવીથી સહન ન થતાં સુર્યદેવે પોતાના તેજના બાર ભાગ કર્યા હતાં.

જેમાંથી પ્રભાસમાં ચાર ભાગ રાખ્યાં વેદ કાળમાં દેવતાઓને બાળીને ભસ્મ કરવા માટે અગ્નિ ઉત્પન્ન કરી હતી. અગ્નિથી દેવતાઓને બચાવવા માતા સરસ્વતીએ નદીનું રૂપ ધારણ કરી અસ્થીને પ્રભાસના સમુદ્રમાં પધરાવી હતી. ઉપરાંત મહાભારતના યુધ્ધ પછી અર્જુને પ્રભાસમાં આવી શ્રાદ્ધ કાર્ય કર્યું હતું. જેથી પિતૃ કાર્ય માટે ત્રિવેણી સંગમનું અલગ મહત્વ રહેલું છે.

સોવાર કાશી એકવાર પ્રાચી, મોક્ષ પીપળે ભક્તોની કતાર
પ્રાંચીતીર્થ ખાતે ભાદરવા મહિનાના અંતિમ દિવસે પિતૃ કાર્યનું અનોખુ મહત્વ રહેલું છે. ઉપરાંત મોક્ષ પિપળે પાણી રેડવા, સરસ્વતી નદીમાં સ્નાન કરવા તેમજ પિતૃ તર્પણ માટે ભાવિકોનો ઉમટ્યા હતા. બુધવાર અને અમાસનો શુભગ સંયોગ જૂજ રીતે આવતો હોવાથી ખુબ જ મહત્વ છે. અમાસે અહીંના પીપળે પાણી રેડી તર્પણ કરવાથી સાત પેઢીનાં પૂર્વજોની આત્માને શાતી મળે છે. આથી આજના દિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર ભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...