અકસ્માત:વેરાવળમાં એક્ટિવા અને રીક્ષા અથડાતાં મારામારી

વેરાવળ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત બાદ ટોળા સામસામા આવી ગયા

પ્રભાસ પાટણ ઝાંપા પાસે એક્ટિવા અને રીક્ષા અથડાવાના બનાવમાં બે કોમના ટોળા એકઠા થઇ ગયા હતા. જોકે, પોલીસે સ્થળ ઉપર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, શબ્બીર કાસમભાઇ ભાદરકા (ઉ. 30) એ અશોક વરજાંગભાઇ, રવી મોહનભાઇ, વિનોદ કાંતીભાઇ, લાલજી ઉર્ફે પકલો વાયલુ સામે એક્ટિવા સરખું ચલાવવા બાબતે બોલાચાલી કરી મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.

સામાપક્ષે અશોક વરજાંગભાઇ ગઢિયા (ઉ. 35) એ હુસેન ભાદરકા, શબ્બીર ભાદરકા, હુસેન ઇસા સામે એક્ટિવા સાથે રીક્ષા અથડાવી માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. દરમિયાન આ બનાવ અંગેની વધુ તપાસ પીએસઆઇ બાંટવાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...