વેરાવળમાં બન્યો લાંછન લગાડતો બનાવ:આચાર્યએ વિદ્યાર્થિનીની છેડતી કર્યાનો આક્ષેપ, રાવ, પરિવારજનોને જાણ કરતા ભાંડો ફૂટ્યો

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર બનાવ મામલે પોલીસને જાણ કરાઈ

વેરાવળ પંથકના માથાસુરીયા ગામની શાળામાં શિક્ષણ જગતને કલંકીત કરતો કિસ્સો સામે આવ્યો છે. આચાર્યએ વિદ્યાર્થીની છેડતી કરી હોવાનો આક્ષેપ થયો છે. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ વેરાવળ તાલુકાના માથાસુરીયા ગામે સરકારી શાળામાં શિક્ષણ જગતને લાંછન લગાડતો બનાવ સામે આવ્યો છે.

આ શાળામાં ધો-7માં અભ્યાસ કરતી એક છાત્રાની ખુદ આચાર્ય પરેશભાઇ જારકણીયાએ જ છેડતી કરી હોવાનો આક્ષેપ થતા ચકચાર મચી ગઈ છે. છાત્રાએ તેમના પરિવારજનોને જાણ કરતા આ કિસ્સો પ્રકાશમાંઆવ્યો હતો. જેથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને લોકો શાળાએ પહોંચ્યા હતા. આચાર્યને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. અને આ આચાર્ય સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ બનાવ અંગે પોલીસે પણ છાત્રાની પૂછપરછ હાથ ધરી વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. અને આ આચાર્ય વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...